જામનગરમાં ઘરફોડ ચોરીમાં બે શખ્સની ધરપકડ

  • August 03, 2023 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોના-ચાંદીની વસ્તુ, રોકડ સહિત અડધા લાખનો મુદામાલ કબ્જે

જામનગર શહેરમાં થયેલી ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુનો સીટી-એ પોલીસે શોધી કાઢયો છે, બે શખ્સને પકડી પાડી ૪૭ હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.
જામનગર શહેરમાં બનતા ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુના શોધવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સુચના મુજબ સીટી-એ ડીવીઝન પીઆઇ એન.એ. ચાવડાના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ બી.એસ.વાળા, સ્ટાફ માણસો સાથે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના પો.હેડ કોન્સ શૈલેષભાઇ ઠાકરીયા, પો.કોન્સ. હિતેશભાઇ સાગઠીયાને તેમના અંગત બાતમીદારોથી હકીકત મળેલ કે જામનગર સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા બે ઇસમો સુપરના બાચકા સાથે અહી ચાંદીબજા રબુગદામાં આટા ફેરા મારે છે.
જે બાબતે વોચમાં હતા, દરમ્યાન અજય ઉર્ફે અજલો રામુ બેવાસી (ઉ.વ.૩૦) રહે. ગોદડીયાવાસ સરકારી શૌચાલય પાસે, ફુલીયા હનુમાનજી મંદિર પાસે, જામનગર તથા અમિત અરુણ સોલંકી (ઉ.વ.૨૮) રહે. જુંદાળામીલ પારા ખાડી વિસ્તાર મંદિર પાસે પોરબંદરવાળાઓ મળી આવતા, તેની પાસે રહેલ સુપરના બાચકામાંથી એક સોનાની નંગ વગરની વીટી કિ. ૧૫૦૦૦ તથા ચાંદીની લકકી નંગ ૨ તથા ચાંદુનુ સાકરુ ૧, પગમાં પહેરવાની ચાંદીની વીટી-૩ તથા હાથમાં પહરેવાની ચાંદીની વીટી-૧, જુદા જુદા દરની ચલણી નોટો કુલ રુા. ૧૦૯૦૦ તથા જુના એન્ટીક સિકકાઓ કિ. ૧૬૭૦૦ મળી કુલ કિ. ૪૭૬૦૦ મળી આવતા સીટી-એ ના ગુનાના કામે મુદામાલ કબ્જે કરી ઘરફોડ ચોરીનો વણશોધાયેલ ગુનો ડીટેકટ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application