કલ્યાણપુરના ભોગાત ગામે સર્જાઇ કરુણાંતિકા: સાળા-બનેવીના ઘટના સ્થળે જ કરુણ મોતથી અરેરાટી
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા બે યુવાનો પાવર હાઉસ નજીક વિજ વાયરને અડકી જતા આ બંને યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યા હતા.
આ બનાવ અંગે પોલીસ સુત્રોમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા હરભમભાઈ રામજીભાઈ વાઘેલા (ઉ.વ. ૨૮) અને તેમના બનેવી અરશીભાઈ કાંતિભાઈ ચૌહાણ (ઉ.વ. ૪૦) નામના બે દેવીપુજક યુવાનો ગઈકાલે સોમવારે સાંજના સમયે પોતાના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે દ્વારકા - પોરબંદર હાઈવે પર ભોગાત ગામના વાડી વિસ્તાર નજીક રહેલા ૬૬ કે.વી. પાવર હાઉસની સામેથી પસાર થતા એકાએક તેઓનું મોટરસાયકલ પાવર હાઉસની સામે રહેલા જીવંત વીજ વાયરને અડકી જતા આ તારમાંથી ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થયો હતો. જેના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા હરભમભાઈ તથા અરશીભાઈના કરુણ મૃત્યુ નિપજયા હતા.
આ બનાવ અંગે રમેશભાઈ કાંતિભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૫, રહે. ભોગાત) એ કલ્યાણપુર પોલીસને જાણ કરતા પોલીસે મૃતકના પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી. આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.
***
જામનગરના વાલસુરામાં હાઇડ્રો મશીન નીચે ચગદાઇ જતા શ્રમિક યુવાનનું મોત: થાંભલા ફેરવવાનું કામ કરતી વખતે બનેલો કરુણ બનાવ
જામનગર નજીક આઈએનએસ વાલસુરામાં સિમેન્ટના પોલ ફેરવવાનું કામ કરી રહેલા બે શ્રમિક બંધુઓ પૈકી એક યુવાનનું અકસ્માતે હાઈડ્રો મશીનની નીચે આવી જવાના કારણે તેનું સ્થળ પરજ કરુણ મૃત્યુ નીપજયું છે.
જામનગરના માધાપર ભુંગા વિસ્તારમાં રહેતા સદામ ઈબ્રાહીમભાઇ જામ (૨૦ વર્ષ) અને તેના ભાઈ અલ્ફાજ ઇબ્રાહીમ જામ (૨૨ વર્ષ) તથા હુશેન તા. ૯ના રોજ વાલસુરાની અંદર ચાંદ બ્લોકથી આગળ વોચ ટાવર પાસે હાઇડ્રો મશીન નં. જીજે૧૦એડી-૦૭૧૯માં સિમેન્ટના થાંભલા ફેરવવાનું કામ કરી રહ્યા હતા.
જે સ્થળે માધાપર ભુંગામાં રહેતો સાહિલ હારુનભાઈ જામ હાઇડ્રા મશીન વડે થાંભલા બીજી તરફ ફેરવવાનો કામ કરી રહ્યો હતો, જે દરમિયાન થાંભલા એક બાજુ નમી જતા અલ્ફાઝ એકદમ જલ્દીથી થાંભલો પકડવા આવતા હાઇડ્રો મશીનના ચાલકે બેદરકારીથી ચલાવતા મશીનના આગળના બમ્પરનો ભાગ અલ્ફાઝને પાછળથી સાઇડથી અડી જતા તે નીચે પડી ગયો હતો. અને તેના ઉપરથી હાઇડ્રા મશીનનું વહીલ વળતાં ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના ભાઈ સદામ ઇબ્રાહીમભાઇ મીયાણાએ પોલીસને જાણ કરતાં બેડી મરીન પોલીસે બનાવના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને હાઇડ્રો મશીનના ચાલક સાહિલ સામે અકસ્માત સર્જવા અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
***
જામનગરમાં યુવાનની તબિયત લથડતા મૃત્યુ
જામનગરમાં એક યુવાનની પોતાના ઘેર એકાએક તબિયત લથડી હતી, અને બેશુદ્ધ બન્યા પછી તેનું મૃત્યુ નીપજયું છે.
જામનગરના વૃંદાવનપાર્ક વિસ્તારમાં રહેતા સંજય જમનભાઈ પાંભર નામના ૪૭ વર્ષના પટેલ યુવાનની ગઈકાલે પોતાના ઘેર તબિયત લથડી હતી, અને બેશુદ્ધ જેવા બની ગયા હતા દરમ્યાન તેમનું મૃત્યુ નીપજયું હતું.
આ બનાવ અંગે કૃપેશ દિનેશભાઈ પાંભરે પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ. આર. ડાંગર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆધાર ઓથોરિટીએ એક સાથે મહાપાલિકાના 18 ઓપરેટરને સસ્પેન્ડ કરતા અરજદારોની હાલત માઠી
November 07, 2024 03:45 PMરાજકોટમાં ઝડપાયેલા લાઠીના શખસને ડ્રગ્સ સપ્લાય કરનાર અમદાવાદનો શખસ પકડાયો
November 07, 2024 03:44 PMસિવિલમાં પાણી પ્રશ્ર્ને મેયરના પેટનું પાણી ન હલ્યું
November 07, 2024 03:43 PMઅગ્નિકાંડના આરોપીઓ સામે 5000 પેઇજમાં પુરાવા રજૂ
November 07, 2024 03:41 PM‘ભુલ ભુલૈયા 3’ એ 6 દિવસમાં અધધધ...150 કરોડની કમાણી કરી, કાર્તિક આર્યનએ બનાવ્યો રેકોર્ડ
November 07, 2024 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech