જામનગર પંથકમાં હૃદય બંધ પડી જવાથી બે વ્યકિતના ભોગ લેવાયા

  • December 14, 2024 01:55 PM 

મેઘપર ગામમાં ૨૭ વર્ષના પંજાબી યુવાનનું હૃદય થંભી ગયું : પંચેશ્વર ટાવર નજીક ચા ની હોટલે બેઠેલા એક વૃઘ્ધ અચાનક ઢળી પડતા મૃત્યુ


જામનગર પંથકમાં હૃદય બંધ પડી જવાથી બે વ્યકિતના ભોગ લેવાયા છે જેમાં  લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા મૂળ પંજાબના વતની શીખ યુવાનનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નિપજ્યું છે. જયારે શહેરના પંચેશ્ર્વર ટાવર પાસે ચાની હોટલે બેઠેલા એક વૃઘ્ધ અચાનક ઢળી પડતા મૃત્યુ થયુ હતું.


મૂળ પંજાબના અમૃતસરના વતની અને હાલ લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહીને મજૂરી કામ કરતા રણજીતસિંગ હરજીન્દરસિંઘ નામના ૨૭ વર્ષના શીખ યુવાનને ગઈકાલે પોતાના મકાનની ઓરડીની બાજુમાં આવેલી બાવળની જાળીમાં બાથરૂમ કરવા જતી વેળાએ હૃદય રોગનો હુમલો આવી જતાં બેશુદ્ધ બન્યા હતા. તેને સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ જવાય તે પહેલાં તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું હતું.


આ બનાવ અંગે તેની સાથે ભાડાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા દલજીતસિંઘએ પોલીસને જાણ કરતાં મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એલ.જી. જાડેજા બનાવના સ્થળે તેમજ હોસ્પીટલે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.


બીજા બનાવમાં જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક આવેલી એક ચાની હોટલે ખુરશી પર બેઠેલા એક વૃઘ્ધ અચાનક ઢળી પડયા હતા આથી આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા, અને તુરંત જ ૧૦૮ની ટુકડીને બોલાવી લીધી હતી, અને ૧૦૮ની ટીમેં આવીને તેઓને મૃત જાહેર કર્યા હતા. જેમના મૃતદેહ ને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો છે, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ થયા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ સામે આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application