ફલાની ગોળાઈમાં છોટાહાથી અડફેટે બે પદયાત્રીના મોત

  • March 19, 2021 11:17 AM 

દ્વારકા જતી વેળાએ મધરાત્રીના કાળ ભેટયો, ચાલક નાસી છૂટયો, શોકનું મોજુ

જામનગર-રાજકોટ હાઇવે પર ફલ્લા ગામે ગોળાઈ ના મફતીયા પરા રોડ પર ગત મોડીરાત્રીના છોટા હાથી વાહનના ચાલકે પુરઝડપે ચલાવીને દ્વારકા દર્શનાર્થે જઇ રહેલા બે પદયાત્રીને અડફેટે લઈ મોત નિપજવતા ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અંગે નાસી છૂટેલા છોટા હાથીના ચાલક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ, મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના જુનો જાપો પીપળીયારાજ ગામે રહેતા માલધારી પરબત ગાડુ ભાઈ ફાંગલીયા ઉંમર વર્ષ 30 એ જામનગર પંચકોશી એ ડિવિઝનમાં અશોક લેલેન્ડ માલવાહક -છોટાહાથી વાહન નંબરજી જે 3બી ડબ્લ્યુ 2818 ના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જેની વિગત અનુસાર, ફરિયાદી પરબતભાઈના કૌટુંબિક ભાઈ ખોડાભાઈ રાણાભાઇ ફાંગલીયા ઉમર વર્ષ 70 તથા અન્ય એક હીરાભાઈ મેરૂભાઈ લાંબરીયા વિગેરે પગપાળા દ્વારકા ખાતે રાત્રીના જતા હતા.

ગતરાત્રીના બે વાગ્યાના સુમારે રાજકોટ જામનગર હાઇવે ફલા ગામની ગોળાઈ પર મફતીયા પરા જવાના રોડ પર પહોંચતા છોટા હાથીના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવીને પોતાના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દઈ રોડની સાઈડમાં જતા ખોડાભાઈ તથા હીરાભાઈને પાછળથી ભટકાડી અડફેટે લઇ શરીરે ઈજા પહોંચાડી જીવલેણ ઇજાઓ કરી બંનેનું મોત નીપજાવી ચાલક નાસી છૂટયો હતો.

બનાવના પગલે શોકનું મોજુ ફરી વળ્યું હતું, આ અંગેની જાણ થતા પંચકોશી એ ડિવિઝનના પીએસઆઇ બી એસ વાળા સહિતની ટુકડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં હોળી-ધુળેટીનો તહેવાર નજીક હોય જુદાજુદા શહેરોમાંથી અને ગામડાઓમાંથી લોકો દ્વારા પગપાળા દ્વારકા દર્શન માટે જતા હોય દરમિયાનમાં ગત્રાત્રિએ અકસ્માતનો કરુંણ બનાવ બહાર આવતા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS