નાસી ગયેલા કાર ચાલક સામે ગુનો
દ્વારકા નજીક ધુળેટીના દિવસે પૂરપાટ જતી એક મોટરકારના ચાલકે એક પેસેન્જર રીક્ષા સાથે અકસ્માત સર્જતા તેમાં સવાર એક મહિલા તેમજ એક વૃધ્ધના કરૂણ મોત નીપજ્યા હતા.
આ કરુણ બનાવની વિગત એવી છે કે દ્વારકાથી આશરે સાત કિલોમીટર દૂર બરડીયા ગામના ઓવરબ્રિજ ઉપર શુક્રવાર તારીખ 14 ના રોજ જઈ રહેલી જી.જે. 23 એ.યુ. 2661 નંબરની પિયાગો પેસેન્જર રીક્ષા સાથે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા વેગન- આર મોટરકારના ચાલકે આગળ જતી બસની રોંગ સાઈડમાં ઓવરટેક કરી અને આગળ જઈ રહેલી રિક્ષાને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં રિક્ષામાં જઈ રહેલા ભગવાનજીભાઈ વસ્તાભાઈ ગુજરીયા (ઉ.વ. 65) તથા ભારતીબેન સંજયભાઈ નાનજીભાઈ શિયાળ (ઉ.વ. 30) નામના બે યાત્રાળુઓને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતા આ બંનેના કરુણ મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જીને આરોપી કારનો ચાલક નાસી છૂટ્યો હતો.
આ બનાવ અંગે મૃતક મહિલાના પતિ સંજયભાઈ નાનજીભાઈ શિયાળ (રહે. સાવરકુંડલા, જી. અમરેલી) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે વેગન આર કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તેને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech