ભાણવડ, કલ્યાણપુરમાંથી બે મોબાઈલની ઉઠાંતરી

  • November 23, 2023 01:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં રહેતા પ્રફુલભાઈ પોપટભાઈ ગજેરા નામના ૪૯ વર્ષના એડવોકેટ યુવાન ગત તારીખ ૧૭ મીના રોજ ભાણવડ તાલુકાના રાણપર ગામે આવેલા ધિંગેશ્વર મહાદેવના મંદિર ખાતે આવ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા તસ્કરો તેમના રૂપિયા ૧૨,૫૦૦ની કિંમતનો વિવો કંપનીનો મોબાઇલ ફોન ચોરી કરીને લઈ ગયા હોવાનું સ્થાનિક પોલીસમાં જાહેર થયું છે.
આ ઉપરાંત કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા જાનાબેન અમિતભાઈ ગોજીયા નામના ૨૬ વર્ષના મહિલા ભાટિયાની મેઈન બજારમાં આવેલી એક દુકાનમાં ગયા હતા, ત્યારે તેમનો રૂપિયા ૧૫,૦૦૦ ની કિંમતનો ઓપ્પો કંપનીનો ફોન કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરીને લઈ ગયો હોવાનો ગુનો સ્થાનિક પોલીસમાં નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application