હવાઇચોક પાસે આઇપીએલનો સટ્ટો રમતા બે શખ્સ ઝબ્બે

  • April 05, 2024 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુકાનમાં ટીવીમાં પ્રસારણ નિહાળી સોદા કરતા પોલીસ પ્રગટી : રોકડ કબ્જે



જામનગરના હવાઇચોક નજીક પાનની દુકાન પાસે જાહેરમાં આઇપીએલના મેચનું પ્રસારણ નિહાળી ક્રિકેટના સોદા કરતા બે શખ્સોને 1500ની રોકડ સાથે પકડી લેવામાં આવ્યા હતા.


તાજેતરમાં પોલીસ દ્વારા આઇપીએલનો સટ્ટો રમતા શખ્સને પકડી પાડયો હતો અને આ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે, દરમ્યાનમાં સીટી-એ ડીવીઝન પીઆઇ ચાવડા અને પીએસઆઇ રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્ટાફ શહેર વિસ્તારમાં જુગારના કેસ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન બાતમીના આધારે હવાઇચોક નજીક જાહેરમાં દુકાનમાં આવેલા ટીવીમાં આઇપીલ 20-20, પંજાબ અને ગુજરાત વચ્ચેના મેચનું લાઇવ પ્રસારણ નિહાળી સોદાઓ પાડતા દિ.પ્લોટ 58, ભાનુપરા શેરી નં. 1માં રહેતા વિનોદ ઉર્ફે ભાખરો દામજી મંગે અને દિ.પ્લોટ 58, આશાપુરા સોસાયટી 1માં રહેતા અમિત કેશુ લાલવાણી આ બંનેને પકડી પાડયા હતા, તેની પાસેથી 1550ની રોકડ મળી આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application