બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાનના મન્નત બંગલામાં ઘૂસનારા બે શખસે ભરૂચમાં નિવૃત્ત આર્મીમેનના ઘરમાં 8 લાખના દાગીના ચોર્યા

  • February 19, 2025 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્ષ 2023માં બે શખસ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને મળવા તેના મન્નત બંગલામાં ઘૂસી ગયા હતાં. જોકે, ત્યારે મન્નતમાં ઘૂસતા જ ત્રીજા માળેથી બંનેને પોલીસે ઝડપી લીધા હતાં. પોલીસ તપાસમાં બંને શખસ ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું પણ સામે આવ્યું હતું. હવે આ બે શખસે ભરૂચમાં નિવૃત્ત આર્મીમેનના ઘરમાંથી 8 લાખના દાગીનાની ચોરી કર્યાનો ખુલાસો થયો છે. નિવૃત્ત આર્મીમેનના ઘરેથી દાગીના ચોરનાર આ બન્ને શખસની પોલીસે ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.  


આરોપીઓ ન સુધર્યા અને ફરી ચોરી કરી
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મોનાપાર્ક સોસાયટીમાં નિવૃત્ત આર્મીમેનના ઘરે ચોરીની ઘટના બની હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતાં બે આરોપીની ધરપકડ કરી હતી. બાદમાં આરોપીની પૂછપરછ દરમિયાન જાણ થઈ હતી કે, આ બંને આરોપી 2023માં બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનનમાં ઘરે ગેરકાયદે રીતે ઘૂસી ગયા હતાં. જોકે, તે સમયે પણ ભારે હોબાળો થયો હતો. જોકે, ત્યારબાદ પણ આ આરોપીઓ ન સુધર્યા અને ફરી એકવાર ભરૂચમાં આર્મીમેનના ઘરેથી 8 લાખની ચોરી કરી હતી. 


ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
પોલીસ દ્વારા બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હાલ, આ આરોપી દ્વારા અન્ય કેટલી જગ્યાએ ચોરી કરી છે અને બીજા કેટલાં ગુનાઓમાં તે સામેલ હતાં કે કેમ? આ વિશે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને આરોપી ગુનાઈત ઈતિહાસ ધરાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application