ભાવનગરના મહુવાની કોર્ટમાં મારામારીનો કેસ ચાલી જતાં કોર્ટએ બે આરોપીને બે વર્ષની સજા ફટકારી અન્ય એકને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો હતો.
કેસ અંગેની વિગતો મુજબ તારીખ ૨૮-૦૫-૨૧ ના રોજ મહુવા શહેરમાં આવેલ સાદા કોલોની પાસે આશિષભાઈ જમાણી વાડીમાં છેલ્લા ૨૦ વર્ષથી ઇજારો રાખેલ ભીખાભાઈ નાનજીભાઈ સોલંકી અને તેમના પરિવાર ઇજારો રાખતા હોય જે આ કામના આરોપી અલી રજા મહંમદ અલી રવજાણી. અને હસનેન અલી રજા રવજાણી નાઓને ગમતું ન હોય જેથી આ કામે ફરીયાદી પક્ષના ઘરે ધુસીને ગેર કાયદેસર પ્રવેશ કરીને ગાળો આપી વાડી ખાલી કરવા ધમકી આપી ફરિયાદી તથા ફરિયાદીના પુત્રી જાગૃતીબેન ઢીંકા પાટુનો મારમારી તથા તેમના પુત્ર અજયભાઈને અરમાન અલી રજાએ માથાના ડાબી બાજુના લમણાના ભાગે છરી વડે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મહુવા પોલીસ મથકમાં ફર્સ્ટ ગુના રજીસ્ટર નંબર ૪૮/૨૧ થી ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. આ કેસ મહુવાના એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટએ ધારાશાસ્ત્રી મંજુર ગાહા અને વિનોદ રાઠોડની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી અલી રજા મોહમ્મદ અલી રવજાણી અને હસનેન અલી રજા રવજાણી ને ઈ પિકો કલમ ૩૨૪,૧૧૪ મુજબના શિક્ષાપાત્ર ગુનામાં તકસીરવાન કરાવી બે વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી.જ્યારે ઈ પી કો કલમ ૪૪૮,૧૧૪ મુજબના શિક્ષાપાત્ર ગુનામાં તકસીરવાન હરાવી છ માસની સાદી કેદ અને સીઆરપીસી કલમ ૩૫૭ મુજબ ઇજા પામનારને ૩૦૦૦ લેખે કુલ રૂપિયા ૬,૦૦૦ વળતર પેટે ચૂકવવામાં કોર્ટે હુકમ કર્યો હતો.
જ્યારે આરોપીઓ દ્વારા કરેલ સામે ફરિયાદમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો થયેલ છે જેમાં ભીખાભાઈ નાનજીભાઈ સોલંકી આ કેસની ટ્રાયલ દરમિયાન અવસાન પામેલ, વિજયભાઈ ભીખાભાઈ સોંલકી, અજયભાઈ ઉર્ફે દામો ભીખાભાઈ સોલંકી (રહે તમામ જાફરી સ્કૂલની બાજુમાં મહુવા તાલુકો મહુવા જીલ્લો ભાવનગર) ને કોટે નિર્દોષ છોડી મુકવા આદેશ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech