વિદેશી દા‚ના જથ્થા સાથે મહુવાના બે શખ્સો આવ્યા એલસીબીની પકડમાં

  • June 06, 2025 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તળાજા માંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી ૧૬૨બોટલ  કિં.રૂ.૭૮,૯૦૮ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે  ઝડપી લીધા હતા.
 ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ મથક  વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન *બાતમી મળેલ કે, તળાજા શહેરમાં જગાભાઇ ગોપનાથ હોટેલની સામે તળાજા તરફ આવતા સર્વિસ રોડ પર બે શખ્સો   ચાર થેલાઓમા વિદેશી  દારૂની હેર-ફેર કરે છે. જે બાતમી આધારે રેઇડ કરી   બોટલો સાથે આશિફ ઉર્ફે આશિક સદરૂદિનભાઇ જમાણી (ઉ.વ.૩૫ ધંધો-મજુરી રહે.રૂમ નંબર-૦૩,નુરાની બાગ, ફાતેમા સોસયટી, મહુવા જી.ભાવનગર)અને રણજીત હિંમતભાઇ બારૈયા (ઉ.વ.૨૭ ધંધો-મજુરી રહે.સ્લમ નં.૧૧ની સામે,જનતા પ્લોટ,મહુવા, ભાવનગર)ને ઝડપી લઈ  ઓફિસર્સ ચોઇસ પ્રેસ્ટીઝ વ્હીસ્કી ૭૫૦ ખક બોટલ નંગ-૩૯ કિ.રૂ.૩૩,૧૮૯, ઓફિસર્સ ચોઇસ પ્રેસ્ટીઝ વ્હીસ્કી ૩૭૫ ખક બોટલ નંગ-૬૭ કિ.રૂ.૨૮,૫૪૨, ઓફિસર્સ ચોઇસ પ્રેસ્ટીઝ વ્હીસ્કી ૧૮૦ ખક બોટલ નંગ-૪૭ કિ.રૂ.૧૦,૪૮૧ અને  ગોવા ટુ ઇન વન ડ્રાય જીન ૭૫૦ ખક બોટલ નંગ-૦૯ કિ.રૂ.૬,૬૯૬ મળી કુલ રૂ.૭૮,૯૦૮ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરીમા પોલીસ ઇન્સ.  એ.આર.વાળાના  માર્ગદર્શન હેઠળ અરવિંદભાઇ બારૈયા, અશોકભાઇ ડાભી, તરૂણભાઇ નાંદવા તેમજ  પ્રવિણભાઇ ગળસર સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application