લીઝમાં ભાગીદાર બનાવવા દબાણ કર્યુ : પાંચદેવડાના શખ્સોએ બળજબરીથી લખાણ કરાવી લીધું
જામનગરના વૃંદાવન પાર્કમાં રહેતા ખાણ ખનીજના ધંધાર્થીને લીઝમાં ભાગ આપવા માટે દબાણ કરીને ા. 20 લાખની માંગણી કરી ધમકી આપી બળજબરીથી આ અંગેના લખાણમાં સહીઓ કરાવી લીધાની જામનગર અને પાંચદેવડા ગામના બે બંધુ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ વૃંદાવનપાર્ક-1 શેરી નં. 3માં રહેતા ખાણ ખનીજના ધંધાર્થી અજીત જયસુખભાઇ પાલા (ઉ.વ.45) એ કાલાવડના મોજેબેરાજા ખાતે રે.સ.ન. 248 પૈકી વિસ્તાર હે. એક લાખમાં બી લાઇમસ્ટોન ખનીજની લીઝ મંજુર થવા માટે અરજી કરી હતી અને ત્યારે વસીમ પાસેથી ા. અઢી હજાર હાથ ઉછીના લીધા હતા, ત્યારબાદ ફરીયાદીના નામે લીઝ મંજુર થતા આરોપીઓએ ફરીયાદી અજીતભાઇને ફોન કરીને લીઝમાં અડધો ભાગ આપવાનું કહયુ હતું.
જો કે અજીતભાઇએ લીઝમાં ભાગ આપવાની ના પાડતા આરોપીઓ ફરીયાદીને ા. 20 લાખ આપવા પડશે નહી તો લીઝ ચાલવા નહી દઇએ એમ કહી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બળજબરીથી તે અંગેનુ લખાણ કરાવી તેમા અજીતભાઇની સહીઓ કરાવી એકબીજાએ મદદગારી આચરી હતી.
આ અંગે અજીતભાઇ પાલા દ્વારા સીટી-એમા જામનગરના વસીમ હાન મલેક અને લાલપુરના પાંચદેવડા ગામના સાજીદ હાન મલેક નામના બે શખ્સો વિરુઘ્ધ આઇપીસી કલમ 386, 384, 504, 506(2), 114 મુજબ ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામા આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech