શહેરના આનંદનગર વિસ્તારના દિપક ચોકમાં ક્રાઈમ બ્રાંચે મળેલી બાતમી આધારે વહેલી સવારના વોચ ગોઢવી એક્સેસ ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખસને ઝડપી પાડી વિદેશી દારૂના ૨૩૨ ચપટા કબ્જે કર્યા હતા.
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, એક એકસેસ સ્કુટર નં. જીજે. ૦૪. ડીક્યુ- ૭૦પરમાં બે શખ્સો વિદેશી દારૂનો જથ્થો રાખી નીકળવાના છે.
જે હકીકત આધારે વહેલી સવારના શહેરના આનંદનગર વિસ્તારના દિપક ચોક નજીક જાહેર રોડ ઉપર વોચમાં રહેતાં ઉક્ત એક્સેસ ઉપર શંકાસ્પદ રીતે કાર્તીક મુકેશભાઈ મકવાણા (ઉ.વ.૨૪ રહે.પ્લોટ નં.૨૪૦, યોગીનગર, લીલા ઉડાન પાછળ, ઘોઘા રોડ, ભાવનગર) અને મુકેશ પુનાભાઈ ડાભી (ઉ.વ.૪૦ રહે. શેરી નં.૯,પ્લોટ નં.૪૦, નિર્મળનગર, આંટા મીલવાળો ખાંચો, ભાવનગર) પસાર થતા બન્નેની અટક કરી તલાશી લેતા તેના કબજા ભોગવટામાંથી દારૂની મેકડોવેલ્સ નં.૦૧ ઓરીજનલ વ્હીસ્કી ૧૮૦ એમએલની બોટલ નંગ-૨૩૨ (કિ.રૂ.૨૩,૨૦૦) મળી આવતા વિદેશી દારૂ, એક્સેસ કબ્જે લઈ બન્ને સામે ઘોઘા રોડ પોલીસ મથકમાં પ્રોહિ.એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળાની શરૂઆતમાં ગુજરાતમાં 63 જળાશયોમાં 30 ટકાથી ઓછું જળસ્તર
March 26, 2025 12:58 PMજામનગરની બજારમાં પીળા તરબૂચની છે બોલબાલા...
March 26, 2025 12:42 PMજામનગરમાં બંધ મકાનમાં ચોરી કરનાર તસ્કર ઝડપાયો, ૪.૨૯ લાખનો મુદ્દામાલ કબજે
March 26, 2025 12:38 PMજામનગરમાં અંબર ચોકડીથી ડીકેવી સર્કલ સુધીના રોડ પર ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા
March 26, 2025 12:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech