વ્યાજના પૈસાની ઉઘરાણી કરી યુવકને બે શખસોએ મારમાર્યેા

  • February 06, 2025 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રૈયારોડ પર નાયરા પેટ્રોલ પપં પાસે યુવકને બે શખસોએ ઢીકાપાટુનો આડેધડ મારમારતા સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.
શહેરના રૈયારોડ પર આલાપ ગ્રીન સીટી પાસે જે.કે.પાર્કમાં રહેતો અને મવડીમાં મેડિકલ સ્ટોર્સમાં કામ કરતો અરમાન જયદીપબાઈ અકવાલિયા (ઉ.વ.૧૮) નો યુવક રાત્રે અગ્યારેક વાગ્યે રૈયા રોડ પર નાયરા પપં પાસે હતો ત્યારે રધુ બાંભવા અને અજય બાંભવાએ આડેધડ ઢીકાપાટુનો મારમારતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરી હતી.
યુવકના કહેવા મુજબ થોડા સમય પહેલા મિત્રતાને નાતે રઘુ બાંભવા પાસેથી ૫ હજાર ઉછીના લીધા હતા. બાદમાં વ્યાજની માગણી કરી દરરોજ .૧૫૦૦ આપવાનું કહેતો હતો આમ કટકે કટકે ૧૨૦૦૦ પિયા આપી દીધા હતા. વચ્ચે બે દિવસ પૈસામાં ન પહોચાતા ગઈકાલે નાયરા પપં પાસે મળતા વ્યાજના પૈસાની ઉઘરાણી કરી બંને જણાએ બેફામ મારમાર્યેા હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application