BREAKING NEWS

ગાંજાના કેસમાં મારૂ નામ કેમ આપ્યું કહી પેડલર પર બે શખસોનો હુમલો

  • May 20, 2026 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




બનાવ અંગે જેતપુરમાં જીથુડી રોડ પર સુકન સોસાયટી સામે રહેતાં પિયુષભાઈ પરષોત્તમભાઈ વાલાણી (ઉ.વ.૩૬) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સમીર ઉર્ફે બોંગો અને એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના આશરે સાડા બાર વાગ્યે તે ઘરે હતો દરમિયાન મિત્ર સમીર ઉર્ફે બોંગોને ફોન કરી કહેલ કે, તારે અને મીલનને શુ માથાકુટ ચાલે છે, તું તેને ગઇકાલનો શું કામ ફોન કરે છે, તો તેણે કહેલ કે, મારે તને અને મીલન બન્નેને મારવા છે, તું બાંગલાના ખુણે આવ, જેથી યુવક બાંગલાના ખુણે ગયેલ જ્યાં આ સમીર ઉર્ફે બોંગો અને તેની સાથે બીજો એક શખસ પણ આવ્યો હોય અને બંને જાહેરમા ગાળો આપી સમીર ઉર્ફે બોંગાએ તેની પાસે રહેલ પ્લાસ્ટીકનો પાઇપ કોણીના ભાગમા મારી ત્યાંથી એ લોકો ભાગી ગયેલ હતા. જે બાદ યુવક જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર માટે ગયેલ હતો.યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અને મીલન અગાઉ જેતપુર ઉધ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે ગાંજા કેસમા પકડાયેલ અને આ સમીર ઉર્ફે બોંગો પણ અગાઉ ગાંજાના કેસમા પકડાયેલ હતો, તેણે કહેલ કે, તું અને મીલન પોલીસને મારુ નામ શું કામ આપતા હતા કે મેં તમને ગાંજો આપ્યો છે. એ વાતનો ખાર રાખી હુમલો કર્યો હતો. યુવાનની ફરિયાદ પરથી જેતપુર પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application