કરચલિયાપરામાં સમાન્ય બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર મારામારી સર્જાતા બેને ઇજા

  • January 03, 2024 06:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કરચલિયા પરામાં રહેતા આધેડ પર નજીવી બાબતે હુમલો.કરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ફરીયાદીએ શખ્સોને ઝગડો કરી ગાળો બોલવાની ના પડી ટપારતા તેની દાઝ રાખી ફરિયાદી તેમજ અન્યને શખ્સોએ ગાળો આપી માથાકૂટ કરી ઢીકાપાટુ તથા લાકડાના ધોકા વડે માર મારી ઇજા કરી જયારે સમા પક્ષે યુવન પર હુમલો કરાયો હતો. જે બનાવમાં એકબીજા સામસામે હુમલો કરી ઇજા કરાતા હોસ્પિટલ ખસેડાયા હતા. ગંગાજળિયા પોલીસમાં બન્ને પક્ષે ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ગંગાજળિયા પોલીસ મથક ખાતે સુખાભાઇ રતીલાલ યાદવ (ઉ.વ.૫૪, ધંધો મજુરીકામ રહે.કરચલિયા પરા, ઠાકરદ્વારા સામે)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદનો સૌથી નાનો આશિષ ગત તા.૦૨/૦૧/૨૦૨૪ ના રાત્રીના સમયે ઘર પાસે હતો. ત્યારે તેના દિકરા આશિષની સાથે રાહુલ જયંતીભાઇ મકવાણા અને તેનો ભાઇ જીગર તથા લાલો ચંદુભાઇ ચુડાસમા તથા રાહુલનો માસીનો દિકરો દિપક જે ચારે જણા આશીષ સાથે માથાકૂટ કરીને ગાળો દેતા હતા. જેથી ફરિયાદીએ આ ચારેય જણાને કહ્યુ કે કેમ ઝગડો કરો છો તેવામા આ ચારેય જણા એકદમ ઉશ્કેરાઇ જઇને આધેડને પણ ગાળો દેવા લાગેલા અને ઢીકાપાટુનો માર મારવા લગતા તેમના પત્ની મંજુલાબેન તથા ભાભી સુશિલાબેન વચ્ચે પડતા રાહુલ હાથમા ધોકો લઇને આ બન્ને જણાને ધોકાથી મારવા લાગ્યો હતો. તેને વચ્ચે છોડાવવા પડતા ફરિયાદીમે માથાના ભાગે રાહુલે ધોકો મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને આજુબાજુમાં માણસો ભેગા થઇ જતા આ ચારેય જણા ગાળો બોલતા બોલતા ત્યાંથી જતા રહ્યા હતા. આ બનાવને પગલે ૧૦૮ ને જાણ કરાતા ઈજાગ્રસ્ત આધેડ તેમજ તેમના પત્ની, ભાભી અને આશીષ ચારેય લોકોને સારવાર માં સર.ટી.હોસ્પીટલ ખસેડાયા હતા.



જયારે સમાપક્ષે જીગરભાઇ જયંતીભાઇ મકવાણા (ઉ.વ.૨૫, ધંધો મજુરીકામ રહે,ક.પરા ઠાકરદ્વારા મંદિર સામે)એ પણ એવા મતલબની ફરિયાદ ગંગાજળિયા પોલીસમાં નોંધાવી હતી કે, તેમના ભાઇ રાહુલ તથા માસીનો દિકરો ભાઇ દિપક ભરતભાઈ ગોહેલની સાથે ઠાકરદુવારા પાસે આશીષ તથા તેના બાપુ સુખાભાઇ ઝગડો કરી ગાળો દેતા હોય એકબીજા સામસામી ઢીકાપાટુ થી બાધતા હોય જીગર વચ્ચે છોડાવવા પાડેલ તેવામાં આ આશીષે તેના સબંધી અનીલ અનંતભાઈ ચૌહાણ તથા તેનો ભાઈ વિશાલ અને ચેતન હર્ષદભાઈ વાજા ને બોલાવેલા હોય આવી ગયેલ જેમા અનીલના હાથમાં તલવાર અને વિશાલ ના હાથમાં લાકડાનો ધોકો લઇ આવેલા વિશાલ ધોકાથી ફરિયાદીમાં ભાઇ રાહુલને મારવા લાગતા છોડાવવા વચ્ચે પડ્તા અનીલે તલવારથી માથામાં તથા ડાબા કાને માર મારી ઇજા પહોંચાડી હતી. અને દેકારો થતા લોકો ભેગા થઇ જતા પાંચેય શખ્સો ગાળો બોલતા બોલતા ત્યાંથી નાસી છૂટ્યા હતા. જેમાં ફરિયાદી અને તેના ભાઇ રાહુલ સર.ટી.હોસ્પીટલ સરકારી દવાખાને સારવારમાં ખસેડાયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application