કાલાવડમાં બે, ધ્રોલમાં અડધો ઈંચ વરસાદ

  • May 19, 2021 12:03 PM 

જામજોધપુર, જોડિયા, લાલપુર અને જામનગર શહેરમાં ઝાપટા

જામનગર જિલ્લામાં વાવાઝોડાની અસર વચ્ચે સમગ્ર હાલારમાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ જવા પામ્યું હતું, પરંતુ વાવાઝોડાની નહિવત્ અસર વચ્ચે કાલાવડમાં બે, ધ્રોલમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો જ્યારે જામજોધપુર, જોડિયા, લાલપુર અને જામનગર શહેરમાં વરસાદી ઝાપટા પડ્યાં હતાં જેના પગલે વાતાવરણમાં આછેરી ઠંડક પ્રસરી જવા પામી હતી.

વાવાઝોડાની અસરના પગલે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે વાદળછાયું વાતાવરણ સર્જાઈ જવા પામ્યું હતું. તેજીલા પવન સાથે કાલાવડ પંથકમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થાય છે. કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ વરસાદ વરસાવતા ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતાં જેના કારણે ઉભા પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું.

આ ઉપરાંત જામનગર જિલ્લાના જોડિયામાં ચાર મીમી, જામજોધપુરમાં ત્રણ મીમી, ધ્રોલમાં 18 મીમી, લાલપુરમાં એક મીમી અને જામનગર શહેરમાં વરસાદી ઝાપટા વરસ્યા હતાં, જેના પગલે જિલ્લાના વાતાવરણમાં આછેરી ઠંડક પ્રસરી જવા પામી હતી. ભારે પવનના કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ઝાડની ડાળીઓ ધરાશયી થવા પામી હતી તેમજ કાચા મકાનોને થોડુંઘણું નુકસાન થવા પામ્યું હતું. જો કે, કોઈ જાનહાનિ થઈ નહોતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS