બેંકનું લેણું ન ભરતા રણુજામાં હાઉસિંગ બોર્ડ તથા શિવમ પાર્કમાં બે મકાન જપ્તીમાં લેવાયા

  • February 21, 2024 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇન્ડિયા સેન્ટર ફાઇનાન્સિયલ કોર્પેારેશન લિમિટેડ નામની નાણાકીય સંસ્થા પાસેથી લોન લઈને તેના હા અને વ્યાજની રકમ નહીં ભરનાર કોઠારીયા રોડ પર રણુજામાં આવેલા એક આસામીની મિલકત રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના સ્ટાફ દ્રારા જીમાં લઈને તેનો કબજો આ નાણાકીય સંસ્થાને સોંપી દેવામાં આવ્યો છે. કોઠારીયા રોડ પર રણુજામાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની સાઈટ એન્ડ સર્વિસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા રહેણાંક યુનિટ નંબર ૩૫ માં રહેતા અલકાબેન હરશુખભાઈ બગથરીયાએ આ ફાઇનાન્સિયલ ઇન્સ્િટટયૂટ પાસેથી લોન લીધી હતી. લોનની મૂળ રકમ ચડત હા અને તેના વ્યાજ સહિત કુલ પિયા ૧૦,૧૧,૨૦૦ નું લેણું નીકળતું હતું.
લોન ની રકમ ભરી જવા માટે ઇન્ડિયા સેન્ટર ફાઇનાન્સિયલ કોર્પેારેશન લિમિટેડ તરફથી ૬૦ દિવસની સમય મર્યાદા આપીને નોટિસ આપવામાં આવી હતી. પરંતુ નિયત સમયગાળામાં પણ અલકાબેન બગથરીયાએ લોન કે તેના નાણાં ન ભરતા કલેકટરે આ મિલકતનો કબજો લેવા માટે તાલુકા મામલતદારને હત્પકમ કર્યેા હતો. આખરે આજે તાલુકા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર રઘુવીરસિંહ વાઘેલા અને તેની આગેવાની હેઠળની ટીમે સ્થળ પર જઈ આ મકાનનો કબજો લઈ લીધો છે.


શિવમ પાર્કમાં મકાન જપ્તીમાં લીધું

નાયબ મામલતદાર રઘુવીરસિંહ વાઘેલાની ટીમ ત્રાટક
રાજકોટ તાલુકા મામલતદાર કચેરી દ્રારા કોઠારીયામાં રણુજા ખાતે બેંકના લોનની વસુલાત માટે એક મિલકત જીમાં લઈને ફાઈનાન્સિયલ ઇન્સ્િટટયૂટને તેનો કબજો સોપાયા પછી બપોરે કોઠારીયા રોડ પર આવેલ શિવમ પાર્ક સોસાયટીમાં નાયબ મામલતદાર અને નાયબ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ રઘુવીરસિંહ વાઘેલાની આગેવાની હેઠળ ટીમ ત્રાટકી હતી. કોઠારીયા રોડ પર શિવમ પાર્ક સોસાયટીમાં રહેતા દીિબેન મા ઉત્તમભાઈ મા અને શિવમભાઈ માએ ઇન્ડિયા સેન્ટર ફાઇનાન્સ કોર્પેારેશન લિમિટેડમાંથી લોન લીધી હતી. લોનની રકમ સમયસર પરત કરવામાં નિષ્ફળ નીકળેલા આસામીને ચડત હા અને વ્યાજની રકમ ભરી જવા માટે નોટિસ આપવામાં આવી હતી પરંતુ આમ છતાં નાણાકીય સંસ્થાનું લેણું ભરપાઈ ન કરાતા આખરે આજે તાલુકા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર રઘુવીરસિંહ વાઘેલા અને તેની ટીમ ત્રાટકી હતી. શિવમ પાર્ક સોસાયટીમાં રાધે રોડ પર શિવમ પ્રોવિઝન નજીક આવેલી મિલકત જીમાં લઈને તેનો કબજો નાણાકીય સંસ્થાને સોપી દીધો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application