ભાવનગર જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ મહિલા સદસ્યના ફટાકડાના ગોડાઉન-ઓફિસમાં ઘોથા મામલતદાર ટીમે ત્રાટકી તપાસ કરતા એક્સપ્લોઝીવ પરવાનાથી અનેક ગણો વધારે સ્ટોક રાખ્યો હોવાનું ખુલતા બે ગોડાઉન અને એક ઓફિસને સીલ મારી દેવામાં આવ્યા હતા.
તાજેતરમાં ડીસાની ફટાકડા ફેક્ટરીના અગ્નિકાંડની ઘટનામાં ૨૧ મજૂરના મોતની ઘટના બાદ જિલ્લામાં આવેલી બારમાસી ફટાકડાની દુકાનો, હોલસેલર્સ તેમજ ગોડાઉનોમાં તપાસનો આદેશ કરવામાં આવ્યા હતા. જેના પગલે ગુરૂવારે મોડી સાંજ બાદ ઘોઘા મામલતદાર બ્રહ્મભટ્ટ અને તેમની ટીમ દ્વારા ઉખરલા ગામે મામસા-નેસવડ રોડ પર આવેલા જિલ્લા પંચાયતના દિહોર સીટના કોંગ્રેસના પૂર્વ સદસ્ય નિર્મળાબેન ઈશ્વરભાઈ જાનીની માલિકીના જાની ફટાકડા હાઉસ નામના બે ગોડાઉન અને ઓફિસમાં તપાસ કરતા ચીફ કંટ્રોલર એક્સપ્લોઝીવ-વડોદરા તરફથી ૩૦૦ તેમજ ૧૨૦૦ મળી ૧૫૦૦ કિલોના એક્સપ્લોઝીવની મયાર્દામાં સ્ટોક કરવાનું માર્ચ-૨૦૨૭ સુધીનો પરવાનો હતો તેની સામે બન્ને ગોડાઉન અને ઓફિસમાં અનઅધીકૃત રીતે આશરે ૬૨ હજાર કિલો જેટલા ફટાકડાનો સ્ટોક મળી આવ્યો હતો. જેથી મામલતદારની ટીમે આશરે ૫૧ લાખની કિંમતના ફટાકડાનો સ્ટોક સીઝ કરી બન્ને ગોડાઉન અને એક ઓફિસને સીલ મારી કલેક્ટર, પ્રાંત અધિકારી વગેરેને આગળની કાર્યવાહી માટે રિપોર્ટીંગ કર્યું હોવાની મામલતદાર બ્રહ્મભટ્ટે જણાવ્યુ હતુ.જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા તપાસના આદેશને લઈ ફાયર વિભાગ દ્વારા ગુરૂવારે શહેરમાં દાણાપીઠ, બહુમાળી ભવન, આંબાચોક, વોરા બજાર વિસ્તારમાં આવેલા ફટાકડાના હોલસેલ-રિટેલના ચાર વેપારીઓને ત્યાં ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં અજવા ટ્રેડર્સ-દાણાપીઠ, શ્રીજી ફટાકડા-એઈઆઈસી ઓફિસ, નિર્મળનગર, બહુમાળી ભવન નજીક અને આદમભાઈ ફટાકડાવાળા-દરબારગઢ, આંબાચોક પાસે ફાયર એનઓસી ન હોવાથી નોટિસ ફટકારવામાં આવી હતી. વધુમાં ફટાકડાની નવી દુકાન-ગોડાઉન માટે એસડીએમતરફથી મંજૂરી પ્રક્રિયા શરૂ હોય તો ત્યાં ઈન્સ્પેક્શન કરવા માટે ફાયર વિભાગને જાણ કરવા કલેક્ટરમાં પત્ર લખવામાં આવ્યો હોવાનું ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદુષિત પાણીના વિતરણથી દેકારો; કાલે મ્યુનિ. કમિશનરની ચેમ્બરમાં પાણી ઢોળવાનું એલાન
April 28, 2025 03:29 PMવર્ધમાનનગરમાં રહેતા પ્રૌઢાએ પુત્રની ધમકીથી ડરી જઇ ફીનાઇલ પી લીધું
April 28, 2025 03:24 PMરસોઈ પ્રશ્ને પતિ સાથે ચડભડ થયા બાદ વૈશાલીનગરમાં પરિણીતાએ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
April 28, 2025 03:19 PMઅગ્નિકાંડના પાંચ આરોપીની ડિસ્ચાર્જ અરજી પર 23મી મેના વધુ સુનાવણી
April 28, 2025 03:11 PMપાકિસ્તાનના વિદેશમંત્રી ઘાંઘા થયા, ચીન, સાઉદી અરેબિયા અને બ્રિટન પાસે મદદની ભીખ માંગી
April 28, 2025 03:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech