ઘોઘા તાલુકાના હાથબ ગામ માંથી લાયકાત વીના વગર કલીનીક (દવાખાનુ) ચલાવતા બોગસ તબીબને સ્પેશલ ઓપરેશન ગ્રુપે ઝડપી લીધો હતો.
ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ.સુનેસરા ના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસઓજી પોલીસે બાતમી આધારે ઘોઘા તાલુકાના હાથબ ગામમાં કિશોર પોલાભાઇ સરવૈયા(ઉ. વ. ૩૮, રહે. ભડભડીયા ગામ તા.જિ.ભાવનગર) તબીબ ન હોવા છતા હાથબ ગામે દવાખાનુ ખોલી, લાયકાત વીના મેડીકલ પ્રેકટીશ કરી જુદી-જુદી એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો સહિત કિ.રૂા.૧૦૩૪૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા ઝડપી લઈ તેની સામે મેડીકલ પ્રેકટીશનર એકટ મુજબની કાયદેસર કાર્યવાહી કરી પોલીસ કોન્સ.હરપાલસિંહ ગોહિલએ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. અને આગળની તપાસ ઘોઘા પોલીસે હાથ ધરી હતી.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇ/ચા પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ.સુનેસરા તથા પો.સબ ઇન્સ. જે.ડી બારોટ ના માર્ગદર્શન હેઠળ હેડકોન્સ. મહિપાલસિંહ ગોહિલ, તથા હેડ કોન્સ. રાજેન્દ્રસિંહ ગોહિલ, તથા પો.કોન્સ. હરપાલસિંહ ગોહિલ તથા સુરૂભા ગોહિલ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech