ડોળાસા નજીકના માઢગામ ગામ પાસે ઉના મામલતદાર કચેરીના બે કર્મચારીઓને માતેલા સાંઢ જેવો ટ્રકે પુર ઝડપે હડફેટે લઈ આશરે સો ફોટ દૂર ફંગોલતા એકનું ઘટના સ્થળેજ મોત થયું છે. જ્યારે બીજાને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે દવાખાને ખસેડાયા છે.
માઢગામ ગામ નજીક ઉનાથી પુર ઝડપે આવી રહેલા ટ્રક નંબર ૧૧ ૮૫૯૫ના ચાલકની બેફિરાયના કારણે શોખડા ફાટકથી થોડે દૂર રોડ સાઈડમાં ઊભેલી મોટર સાઇકલ નંબર ૧૪ ૫૭૦૭ અને બાજુમાં ઊભેલા મોટર સાયકલ સવાર ભરતભાઈ પંડ્યા (ઉંમર ૩૭) જેઓ કેસરિયા રાણવશી ભેભા સહિતના આઠ જેટલા ગામો.ના રેવન્યુ તલાટી તરીકેનો ચાર્જ સંભાળતા હતા.અને સાથે ઉભેલા દિલીપભાઈ બાંભણિયા જેઓ ઉના મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકેની ફરજ બજાવતા હોવાનું માલૂમ પડ્યું છે. આ બંને યુવાનોને આ ટ્રકે હડફેટે લેતા ભરતભાઈ સો ફૂટ દૂર ફૂટબોલ ની જેમ ફંગોળાયા હતા અને રોડની ઊંચાઈથી દસ ફૂટ નીચે પડતાં તેઓનું ઘટના સ્થળેજ મોત થયું હતું.જ્યારે દિલીપભાઈને બંને પગમાં ગંભીર ઇજા થાય સારવાર અર્થે દવાખાને ખસેડાયા છે. અકસ્માત સર્જી્ ટ્રક ચાલક અર્ધો કિમી.દૂર ટ્રક ઊભો રાખી નાશી ગયો હતો.ઉના પોલીસે તુરત ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. અને ટ્રકને કબ્જામાં લઇ ઉના મોકલી દીધો છે.
જાણકારોના જણાવ્યા અનુસાર ઉના મામલતદાર કચેરીના બંને કર્મચારીઓ ઉના તાલુકાના સોખડા ગામ કામ સબબ જઈ રહ્યા હતા.પણ કેસરિયા પછી સોખડા ફટકે ઉતારવાના બદલે થોડે દૂર પહોંચી ગયા હતા.પણ માલૂમ પડ્યું કે રસ્તો ભૂલી ગયા છે. તો મોટર સાયકલ ઊભી રાખી હતી અને વાહનોની સવાર જવર હળવી થયા બાદ જ મોટર સાયકલ પાછી વાળવાની હતી પણ આ વાહનો માં તેમનો કાળ સમો ટ્રક પણ હતો. તેઓ તેમની બાજું રોડ થી દૂર ઊભા હતા. પણ ટ્રક ડ્રાઈવરની લાપરવાહીના કારણે આ બંને યુવાનો દૂર ઊભા હોવા છતાં હડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જી્ ટ્રક છોડી નાસી ગયો હતો.અને એક આશાસ્પદ યુવાન નો ભોગ લીધો હતો. અને બીજાને પણ ગંભીર રીતે ઘાયલ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech