જોડિયામાં દારુ સાથે બે ઝબ્બે: જામનગરમાં ચાર પીધેલા પકડાયા

  • June 05, 2021 11:36 AM 

જોડિયામાં બે શખ્સને દેશી દારુ સાથે પકડી લીધા હતા, જ્યારે જામનગરમાં ચાર શખ્સ પીધેલી હાલતમાં પોલીસની પકડમાં આવ્યા હતા.

જોડિયાના બોડકા ગામમાં રહેતા જગદીશ રામજી સંતોકીને 10 લીટર દેશી દારુ સાથે પકડી લીધો હતો, જ્યારે જોડિયાના જીરાગઢ ગામમાં રહેતા દામજી રવજી ચૌહાણને ર4 લીટર દેશી દારુ સાથે જોડિયા પોલીસે પકડી પાડ્યા હતા, બન્નેની સામે પ્રોહીબીશન મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ ઉપરાંત જામનગરના ગુલાબનગર સીન્ડીકેટ સોસાયટીમાં રહેતા દિનેશ મોહન નકુમને દેશી પ્રવાહી પીધેલી હાલતમાં બાઇક નં. જી.જે.10.એ.એચ. 0220 લઇને ગુલાબનગરમાં હોટલ પાસેથી નીકળતા પોલીસે દબોચી લીધો હતો, જ્યારે જામનગરના હવાઇચોક ભાનુશાળી વાડમાં રહેતા અજય ઉર્ફે લાલો ભરત કનખરા, જીવા સેતાના ડેલા પાસે સેતાવાડમાં રહેતા સંજયસિંહ ઉર્ફે લાલો હરીસિંહ પઢીયાર, રંગમતી સોસાયટીમાં રહેતો સોહિલ સલીમ સાટી આ ત્રણેયને કેફી પ્રવાહી પીધેલી હાલતમાં સેન્ટ્રલ બેંક સામેના રોડ પરથી પકડી લીધા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)