દ્વારકા-કલ્યાણપુરમાં પીધેલી હાલતમાં બે વાહન ચાલકો ઝડપાયા

  • June 21, 2021 10:55 AM 

દ્વારકા જિલ્લામાં જાહેરનામા ભંગ સબબ સોળ સામે ગુનો

દ્વારકામાં રિલાયન્સ ગેઈટ પાસેથી શનિવારે સાંજના સમયે રૂપિયા અઢી લાખની કિંમતની સ્વીફ્ટ મોટર કાર નંબર જી.જે. 37 બી. 3714 લઇને નીકળેલા મુળવાસર ગામના રાધેભા મોમૈયાભા માણેક નામના 30 વર્ષના હિન્દુ વાઘેર યુવાનને કેફી પીણું પીધેલી હાલતમાં પોલીસે ઝડપી લીધો હતો.

આ ઉપરાંત કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામના પાટિયા પાસેથી રૂપિયા બાર હજારની કિંમતનું ડિસ્કવર મોટરસાયકલ નંબર જી.જે. 10 બી.ક્યુ. 9710 લઈને કેફી પીણું પીધેલી હાલતમાં નીકળેલા રાવલ ગામના નિલેશગીરી કાશીગીરી ગોસ્વામીને પોલીસે ઝડપી લઈ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ ગુનો નોંધ્યો હતો.

તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના અંગેના જાહેરનામા તથા વાહનના પ્રવેશ પ્રતિબંધના જાહેરનામાનો ભંગ કરવા બદલ શનિવારે કુલ સોળ આસામીઓ સામે ફરિયાદ નોંધાઇ છે.

ખંભાળિયા શહેરમાં ચોક્કસ સમયગાળા દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં પણ ખંભાળિયાના ધરારનગર વિસ્તારમાં રહેતા લખા ઘોઘાભાઈ ચૌહાણ નામના શખ્સે ટ્રેકટર- ટ્રોલી સાથે પ્રવેશ કરતા પોલીસે ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત કોરોના અંગેના જાહેરનામાનો ભંગ કરવા બદલ વિજય વશરામભાઈ નકુમ સામે, અકબર ઉસ્માન સૈયદ સામે સલાયા પોલીસમાં, જ્યારે પારસ પ્રહલાદભાઈ ઠાકર, પારસ રાજેન્દ્રભાઈ પાઢીયા, અશોક વૃજલાલ ઠાકર, સ્નેહલ કિશોરભાઈ વાયડા અને અતુલ મનસુખભાઈ લાખાણી સામે દ્વારકા પોલીસ મથકમાં, રામભા સુમરાભા સુમણીયા અને ગજુભા સામરાભા માણેક સામે મીઠાપુર પોલીસ મથકમાં,  મિલન રશ્મિનભાઈ મહેતા અને ઈકબાલ જુમાભાઈ નોતીયાર સામે ભાણવડ પોલીસ મથકમાં અને ભીમશી ટપુભાઈ ભાટિયા, પૃથ્વીરાજસિંહ કરશનજી વાઢેર અને રમેશ અરશી રાવલીયા સામે કલ્યાણપુર પોલીસ મથકમાં જાહેરનામા ભંગની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS