કાનાલુસમાંથી ડિગ્રી વગરના બે ડોક્ટર ઝડપાયા

  • June 08, 2021 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસઓજીનો દરોડો: દવાનો જથ્થો, ઇન્જેક્શનો સહિતનો મુદ્દામાલ કબજે

જામનગર પંથકમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટયો હોય તેમ એક પછી એક મુન્નાભાઈ એમબીબીએસ પોલીસની ઝપટમાં આવી રહ્યા છે. ગઈકાલે એસ ઓ જીની ટુકડીએ બાતમીના આધારે કાનાલુસ ગામમાંથી ડિગ્રી વગરના બે ડોક્ટરોને દવાનો જથ્થો અને મેડિકલ સાધનો સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સૂચના તથા એસ.ઓ.જી.ના પીઆઇ નીનામા, પીએસઆઈ ગઢવી તથા પી.એસ.આઇ વીંછીના માર્ગદર્શન મુજબ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં એસઓજી સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સ્ટાફના રમેશ ચાવડા, મયુદ્દીન સૈયદ અને સંદીપ ચુડાસમાને બાતમી મળી કે, લાલપુર પંથકમાં કાનાલુસ ગામમાં તુષારકાંતિ અધિકારી નામનો ઇસમ મેડિકલ ડોક્ટરને લગત ડિગ્રી ધરાવતો ન હોવા છતાં આ શખ્સ દર્દીઓને તપાસીને અલગ અલગ પ્રકારની દવાઓ આપીને પૈસા વસૂલ કરે છે.

આ હકીકતના આધારે એસઓજીએ રેડ પાડીને હાલ કાનાલુસમાં રહેતો અને મૂળ પશ્ચિમ બંગાળ રાજ્યના પૂર્વ મેદિનીપુર જિલ્લાના ઓમડી બેરિયા ગામનો વતની તુષારકાંતિ ગોપાલચંદ્ર અધિકારી ઉંમર વર્ષ 48 નામના શખ્સને પકડી પાડયો હતો.

તેની પાસેથી સ્ટેથોસ્કોપ, ગ્લુકોઝના બાટલા, કંપની ની દવાઓ, ઇન્જેક્શનો, મળી કુલ 2511 નો મુદ્દામાલ કબજે કરી એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ દિનેશ સાગઠિયાએ આરોપી વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસને એક્ટ હેઠળ ફરિયાદ આપી હતી.

આ ઉપરાંત એસ.ઓ.જી.ની ટુકડીએ કાનાલુસ ગામ બીજો દરોડો પાડીને સુપર મંડળ નામનો શખ્સ મેડિકલ ડોક્ટર ને લગતી ડિગ્રી ધરાવતો ન હોવા છતાં દર્દીઓને તપાસીને દવા આપતો પૈસા વસૂલ કરતો હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે દરોડા દરમિયાન હાલ કાનાલુસમા રહેતો અને મૂળ પશ્ચિમ બંગાળના પૂર્વબાપરા ગામના વતની સુફલ સુનિલ મંડલ ઉમર 25 ને પકડી પાડી તેમની પાસેથી જુદી જુદી કંપનીની દવાઓનો જથ્થો, ઇન્જેક્શનો, નળિયો, બાટલા સહિતનો કુલ 2078 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેની સામે એસઓજી ના કોન્સ્ટેબલ સોયબ ભાઈ દ્વારા ગુજરાત મેડીકલ પ્રેક્ટિસ વિરુદ્ધ ફરિયાદ આપી હતી. બને દરોડામાં એસ.ઓ.જી સ્ટાફ સાથે જોડાયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS