રાજકોટ પાસે બોલેરો બ્રિજ પરથી ખાબકતા બેના મોત

  • June 06, 2025 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટમાં વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના બની છે. રાજકોટ ભાવનગર હાઈવે રોડ પર મહીકા નજીક વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે વહેલી સવારના પૂરપાટ ઝડપે ધસી આવેલી બોલેરો કાર બ્રિજ પરથી નીચે ખાબકતા કારમાં સવાર બે યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા અકસ્માતમાં મોતને ભેટનાર આ બંને યુવાનોની ઓળખ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે.

અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ ભાવનગર હાઈવે પર મહિકા ગામ નજીક વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે આજરોજ વહેલી સવારના જીવલેણ અકસ્માતની ઘટના બની હતી.બનવાને પગલે આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ બનાવસ્થળે પહોંચી હતી.

પૂરપાટ ઝડપે ધસી આવેલી બોલેરો કાર અહીં બ્રિજ પરથી નીચે ખાબકતા કારમાં સવાર બંને શખસો ફસાઈ ગયા હતા. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ ઉપરાંત ફાયર બ્રિગેડનો સ્ટાફ અહીં પહોંચી ગયો હતો અને બોલેરો કારમાંથી બંને યુવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા. દરમિયાન અહીં 108 ની ટીમ પણ આવી પહોંચી હતી 108 ના ઇએમટીએ જોઈ તપાસી આ બંને યુવાનોને મૃત જાહેર કર્યા હતા.

બનાવને લઇ પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરી બંનેના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા અકસ્માતમાં મોતને ભેટનાર આ બંને યુવાનોની ઓળખ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application