ગાંધીનગરમાં રાજ્યભરના કારકુનોની બદલી માટે બે દિવસ રિસફલિંગ

  • January 16, 2024 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યભરમાં સરકારી કચેરીઓમાં ખાલી પડેલી વહીવટી અને હિસાબી સંવર્ગના જુનિયર કલાર્કની જગ્યાઓ ભરવા માટે થોડા સમય પહેલા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષા યોજાયા પછી ગત તારીખ ૧૭ ઓકટોબરના રોજ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરીને તેમને જુદા જુદા જિલ્લાઓ ફાળવવામાં આવ્યા હતા.

જિલ્લાઓની ફાળવણી કર્યા પછી અમુક પસદં થયેલા ઉમેદવારો નોકરીમાં હાજર ન થતાં ખાલી પડેલી આ જગ્યા ઉપર રિસફલીગનો એક કાર્યક્રમ આગામી તારીખ ૧૮ અને ૧૯ ના રોજ બે દિવસ માટે ગાંધીનગરમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની સેકટર નંબર દસ એ માં આવેલી ઓફિસ ખાતે રાખવામાં આવેલ છે. તારીખ ૧૮ ના સવારે ૧૦:૩૦ વાગ્યાથી આ કાર્યક્રમ શ થશે અને ભીડ ન થાય તે માટે ઉમેદવારોને અલગ અલગ સમય આપવામાં આવ્યો છે. બે દિવસ માટે આ કામગીરી ચાલુ રહેશે.

પંચાયત સેવા પસંદગી મંડળે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે જે ઉમેદવારને જે સમય આપવામાં આવ્યો છે તે સમયે જ તેમણે હાજર થવાનું રહેશે. સાથે ઓળખના પુરાવા અને નોકરીમાં ચાલુ હોવા અંગેનું પ્રમાણપત્ર પણ લાવવાનું રહેશે. જો કોઈ ઉમેદવાર પોતે હાજર ન રહી શકે તેમ હોય તો તેમના દ્રારા અધિકૃત કરાયેલા વ્યકિત હાજર રહી શકશે પરંતુ આ માટેના ઓર્થેારિટી લેટરમાં બંનેનો ફોટો હોવો જરી છે અને તેના પર ઉમેદવારની સહી હોવી જરી છે. રિસફલિંગના આ કાર્યક્રમમાં કોઈ ઉમેદવાર હાજર નહીં રહે તો તે પોતાને ફાળવવામાં આવેલા જિલ્લામાં કોઈ પ્રકારનો ફેરફાર કરવા માગતા નથી તેમ માનીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. કયા જિલ્લામાં કઈ કેટેગરીની કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી મંડળની વેબસાઈટ પર મૂકી દેવામાં આવી છે. અગાઉ જુદી જુદી કેટેગરીમાં નિમણૂક પામેલા ઉમેદવારોની પુન: ફાળવણી એટલે કે રીસફલીગની કામગીરી પૂરી થયા બાદ વેઇટિંગ લિસ્ટમાં પસદં થયેલા ઉમેદવારોને તેના મેરીટ અને ઉપલબ્ધ જગ્યાના આધારે ઓન સક્રીન જિલ્લાની ફાળવણી કરવામાં આવશે. પંચાયત મંડળે આ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. આ મુજબ ૦૭૯–૨૩૨૫૮૫૬૩ નો સંપર્ક કચેરીના કામકાજના કલાકો દરમિયાન સાધી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application