ઓખા રેલવે સ્ટેશનથી મળી આવેલા બે બાળકો તેઓના માતા-પિતાને સોંપાયા

  • April 22, 2024 11:55 AM 

પરપ્રાંતિય દંપતીએ CWC કમિટીનો આભાર વ્યક્ત કર્યો


ઓખાના રેલવે સ્ટેશન ખાતેથી તાજેતરમાં રેલવે પોલીસને બે નાના બાળકો મળી આવ્યા હતા. અંદાજિત 6 વર્ષ તથા 10 વર્ષની ઉંમરના એવા આ બંને બાળક એકલા હોય અને આ બંનેના કોઈ વાલી-વારસ સાથે ન જણાતા રેલવે પોલીસે આ બંને બાળકો અંગે ખંભાળિયા ચાઈલ્ડ વેલ્ફેર કમિટીનો સંપર્ક કર્યો હતો. જેને અનુલક્ષીને સંસ્થા દ્વારા આ બાળકોને ખંભાળિયાની સી.સી.આઈ. સંસ્થામાં રાખવા માટેનું જણાવ્યું હતું.


આ બંને બાળકોનું કાઉન્સિલિંગ કરાતા તેઓના માતા-પિતા ઝારખંડ ના મૂળ રહીશ હોવાનું અને હાલ જામનગરમાં રેલવે સ્ટેશનની બાજુમાં રહેતા હોય આ અંગે સી.ડબલ્યુ.સી.ના ચેરમેન ચંદ્રશેખર બુધ્ધભટ્ટીએ જામનગર રેલવે પોલીસનો સંપર્ક કર્યો હતો અને આ સમગ્ર બાબતે જાણ કરી હતી. આ પછી બાળકોના માતા-પિતા અંગેની શોધખોળમાં બંને બાળકોના માતા-પિતા જામનગરથી મળી આવ્યા હતા.

આ બંને બાળકો તથા માતા-પિતાના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી અને બંને બાળકોનો કબજો તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો. આથી આ દંપતીએ ભાવવિભોર થઈ અને કમિટીનો આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application