વ્હેલ માછલીની ઉલ્ટી સાથે બે ઝડપાયા

  • November 29, 2024 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહુવામાંથી વ્હેલ માછલીની ઉલ્ટી (અળબયલિશિત) ૧૨.૦૩૦ કિ.ગ્રા. કિ.રૂ. ૧૨,૦૦,૩૩૦૦૦ ના મસમોટા જથ્થા સાથે બે શખ્સને  મહુવા ડીવીઝન પોલીસ ટીમે ઝડપી લઈ બન્ને સામે કાર્યવાહી હાથ ધરી હતી.
મહુવા શહેર અને પંથકમાં  ચાલતી ગેરકાયદેસર પ્રવ્રુતિ અટકાવવા  મદદનીશ પોલીસ અધિક્ષક  અંશુલ જૈન દ્વારા  મહુવા ડીવીઝનમાં તમામ લેન્ડીંગ પોઇન્ટ તથા દરીયાકિનારા વિસ્તાર પર ડ્રગ્સ પેડલરો-માછીમારો ઉપર વોચ રાખવા તથા કાંઠાના વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા વિવિધ આંતરરાસ્ટ્રીય દાણચોરીના ગોરખધંધા સામે  સખ્ત  કામગીરી કરવા  અંગે  માર્ગદર્શન અને આપેલી  સુચના હેઠળ  ઇ.ચા.પોલીસ ઇન્સપેકટર એસ.એ.ઝાલા તથા નાસતા ફરતા સ્કોર્ડ ટીમ-મહુવા ડીવી. દ્વારા મદદનીશ પોલીસ અધિક્ષક  અંશુલ જૈનને  મહુવા ભવાનીનગર ખાતે આવેલ ચામુંડા ડાયવર્કસ નામના કારખાનામાં વ્હેલ માછલીની ઉલ્ટી (એબંરગ્રીસ) નામનો મુલ્યવાન પદાર્થ ચોરી છુપીથી લાવી શંકાસ્પદ રીતે વેંચાણ કરવા માટે  રાખેલ હોવાની મળેલી  માહિતી આધારે મહુવા પોલીસ ટીમ તથા એફ.એસ.એલ ટીમ તથા રેંજ ફોરેસ્ટ ટીમને સાથે રાખી રેઇડ કરી  જયદિપ મગનભાઇ શિયાળ (ઉ.વ. ૨૨ ધંધો વેપાર રહે. ચામુંડા સોસાયટી, તુલશી સોસાયટી, મહુવા) અને  રામજી રાહાભાઇ શિયાળ (ઉ.વ-૫૬ રહે-વિજળીબારૂ પાસે, ગઢડા ગામ,તા-મહુવા જિ-ભાવનગર)ને ઝડપી લઇ વ્હેલ માછલીની ઉલ્ટી (અળબયલિશિત) વજન- ૧૨.૦૩૦ કિ.લો.ગ્રામ કિ.રૂ. ૧૨,૦૦૩૦૦૦૦ અને ખઈં કંપની નો મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ. ૩૦૦૦મળી કુલ   રૂ.૧૨,૦૦ ૩૩૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application