રણજીતસાગર રોડ અને વિજયનગરમાં દરોડા : શેઠવડાળામાં દારુની બાટલી સાથે બે શખ્સની અટક
જામનગરના રણજીતસાગર રોડ પર એકસેસ બાઇકમાં નીકળેલા શખ્સ પાસેથી દારુની એક બોટલ મળી આવી હતી. શહેરના જકાતનાકા વિજયનગર વિસ્તારમાં એક શખ્સને ઇંગ્લીશ દારુની ૧૦ બોટલ અને ૫૨ ચપટા સાથે પકડી લીધો હતો જયારે શેઠવડાળામાં ઇકોમાં દારુની બોટલ સાથે નીકળેલા બે શખ્સ ઝપટમાં આવ્યા હતા.
જામનગરના દિ.પ્લોટ-૫૯માં રહેતા પ્રદિપ ઉર્ફે ટપાલી રાજેશ મંગે નામનો શખ્સ એકસેસ બાઇક નં. જીજે૧૦ડીએફ-૩૩૨૪માં ઇંગ્લીશ દારુની એક બોટલ સાથે રણજીતસાગર રોડ શિવમ એપાર્ટમેન્ટ પાસેથી નીકળતા પોલીસે તેને પકડી લીધો હતો. બોટલ તથા બાઇક મળી ૩૦૫૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
બીજા બનાવમાં ગોકુલનગર જકાતનાકુ વિજય પ્લોટ ખાતે રહેતા હરેશ વિનુ ઉકેડીયા નામના શખ્સના મકાને બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ઇંગ્લીશ દારુની ૧૦ બોટલ અને ૫૨ ચપટા સાથે દબોચી લીધો હતો અને દારુ અંગે પુછપરછ કરવામાં આવી હતી.
આ ઉપરાંત જામજોધપુરના નરમાણા ગામમાં રહેતા ધર્મેશ પ્રવિણ વાલવા તથા ભરત ઉર્ફે ધનો દેવા વાલવા આ બંને શખ્સો ઇકો કાર નં. જીજે૧૦ડીજે-૫૭૭૧ ગાડીમાં ઇંગ્લીશ દારુની એક બોટલ લઇને શેઠવડાળા બસ સ્ટેન્ડ પાસેથી નીકળતા સ્થાનીક પોલીસે પકડી લીધા હતા તેની પાસેથી દારુની એક બોટલ, બે મોબાઇલ અને ગાડી મળી કુલ ૨.૦૬.૫૦૦નો મુદામાલ કબ્જે કરાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech