જોડિયાના માજોઠ ગામ પાસે બે કાર સામસામી અથડાતા સર્જાયેલો અકસ્માત

  • July 15, 2021 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘટનામાં ફકીર જમાત પ્રમુખના પુત્ર તેમજ જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખના પુત્ર અને બે શિક્ષકોને થયેલી ઇજા

જોડિયા તાલુકાના માજોઠ ગામ પાસે ગઇકાલે સાંજે બે કાર અથડાતાં અકસ્માતમાં જોડિયા ફકીર જમાતના પુત્ર તથા બે શિક્ષક અને જામનગર જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતના બનાવની વિગત મુજબ જોડિયા ફકિર જમાતના પ્રમુખ ઇશાક પટેલ પુત્ર વસીમ ફકિર તેની જીજે.12.એઇ.9348 નંબરની સ્વિફટ કારમાં જતો હતો તે દરમ્યાન જોડિયા તાલુકાના માજોઠ ગામ પાસે સામેથી આવતી જીજે.03.સીઇ.8491 નંબરની કાર સાથે અથડાતા અકસ્માતમાં જોડિયા ફકિર સમાજના પુત્ર વસીમ ફકીરને ગંભીર ઇજા પહોંચી હતી. જયારે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખના પુત્ર મયુર ચનિયારાને સામાન્ય ઇજા પહોંચી હતી. અકસ્માતમાં અન્ય બે શિક્ષકો પણ ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)