રતનપુરમાંથી ટ્રેકટર ચોરનારા ૨ સાળા અને બનેવી ઝડપાયા

  • March 10, 2021 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગર  રતનપર બાયપાસ રોડ પર આવેલી રજવાડુ હોટલ પાછળ ભૂગર્ભ ગટરના ચાલતા કામકાજમાં મૂકેલા રૂપિયા ૧,૨૦,૦૦૦ના ટ્રેકટરની ચોરી થઇ હતી. બનાવની રતનપરમાં રહેતા મફાભાઇ કાળુભાઇ મેરે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવ બાદ સ્થળની આસપાસ કામ કરતા વ્યકિતઓના નિવેદન દરમિયાન મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના રાણાપુર તાલુકાના ભાંડાખેડા ગામના ૨૫ વર્ષીય રણજીત દુલેસીંગ ડામોર પર પોલીસને શંકા ગઇ હતી.

આથી પીએસઆઇ એન.એચ.કુરેશીની સૂચનાથી તેની કોલ ડિટેઇલ લેતા તેણે મૂળ દાહોદ જિલ્લાના ધાનુપર તાલુકાના ડોબનફળીયા ગામે રહેતા અને હાલ રાજકોટના પડધરીમાં કામ કરતા રણજીતના સાળા અંતર ખીમાભાઇ ભુરીયા અને કીશન ખીમાભાઇ ભુરીયા સાથે શંકાસ્પદ ભૂમીકા હોવાનું બહાર આવ્યુ હતુ. આ દરમીયાન તપાસ કરતા ત્રણેયને દાહોદના પાનમ જંગલના દુર્ગમ વિસ્તારમાં મંડોર ગામ પાસેથી પોલીસે ટ્રેકટર સાથે ઝડપી લીધા હતા. આ ટ્રેકટર રણજીતના ગામ મધ્યપ્રદેશના ભાંડાખેડામાં લઇ જવાની ત્રણેય તૈયારીઓ કરતા તે પહેલા પોલીસે તેમને પકડી પાડયા હતા. આ કાર્યવાહીમાં ભરતભાઇ હેરમા, હેમદીપ મારવાણીયા, ચમનલાલ પટેલ સહિતનાઓ જોડાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS