જોડીયામાં ગાંજાના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ

  • June 26, 2023 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંજો, મોબાઇલ, રોકડ અને બાઇક કબ્જે લેવાયું

જોડીયા ટાઉન વિસ્તારમાં બાતમીના આધારે ગાંજા સાથે બે શખ્સને ઝડપી લઇ કુલ ૪૬ હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા એનડીપીએસના કેશો કરવા માટે ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય જે અનુસંધાને જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા જામનગર જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર પર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરવામાં આવેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકીની સુચના મુજબ ધ્રોલ સર્કલ પીઆઇ એમ.બી. ગજજરના માર્ગદર્શન મુજબ જોડીયા પીએસઆઇ આર.ડી. ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન જોડીયા પીએસઆઇ આર.ડી. ગોહીલને ખાનગી બાતમી મળેલ કે જોડીયા ટાઉનમાં ચારધામ ખાતે આવેલ પાણીના ટાંકા પાસે જાહેર રસ્તા પરથી મોટરસાયકલ સાથે બે ઇસમો ગાંજાના જથ્થા સાથે નિકળનાર છે.
જે હકીકત આધારે પીઆઇ ગજજર સાથે એ જગ્યાએ જઇ રેઇડ કરતા આરોપી સાહીદ ઉર્ફે સાજીદ નુરમામદ પરમલ (ઉ.વ.૩૦) રહે. જોડીયા નાનોવાસ તથા અસરફ ઓસમાણ પરમલ (ઉ.વ.૨૭) રહે. નાનોવાસવાળા પાસેથી ગાંજો ૪૯૨ ગ્રામ કી. ૪૯૨૦ની વેચાણ અર્થે રાખી તથા રોકડા ૧૬૦૦૦ તથા એક મોબાઇલ કી. ૫૦૦૦ તથા એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર નં. જીજે૧૦એસ-૪૨૫૩ કિ. ૨૦ હજાર તથા એક નાનો ઇલેકટ્રીક વજન કાંટો કિ. ૩૦૦ મળી કુલ ૪૬૨૨૦ના મુદામાલ સાથે પકડી પાડી જોડીયા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
**
ખંભાળિયામાં પીધેલો કાર ચાલક ઝબ્બે
ખંભાળિયા માં જી.વી.જે. હાઈસ્કૂલ રોડ પરના પૂલ પાસેથી પોલીસે કેફીનું પીધેલી હાલતમાં રૂપિયા ત્રણ લાખની કિંમતની સ્વીફ્ટ મોટરકાર લઈને નીકળેલા અત્રે યોગેશ્વરનગર વિસ્તારમાં આવેલી દ્વારકાધીશ સોસાયટી ખાતે રહેતા દશરથસિંહ રણુભા પરમાર નામના ૩૦ વર્ષના શખ્સને ઝડપી લઇ, જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application