ટોપથ્રી નજીક આવેલા રહેણાંકી મકાન પાસેથી દારુના જથ્થા સાથે બે ઝડપાયા

  • May 26, 2025 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના તળાજા રોડ, ટોપ થ્રી નજીકની એક સોસાયટીના રહેણાંકી મકાન પાસેથી દારૂની ૧૦૫૬બોટલો  કિ.રૂ.૧૨,૯૮,૪૦૦  અને બોલેરો પીકઅપ તેમજ ઇક્કો કાર સહીત કુલ કિ.રૂ.૨૧,૦૮,૪૦૦ નાં મુદ્દામાલ સાથે બે શખ્સોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે  ઝડપી લીધા હતા.
 ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ-પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફ ને બાતમીરાહે હકિકત મળેલ કે,  રાજેશ ઉર્ફે રાજુ ભગતભાઇ મકવાણા, વિક્રમ ઉર્ફે વિકી હરજીભાઇ જાબુંચા  અલ્પેશ ઉર્ફે લાલો પ્રવિણભાઇ મકવાણા રહે.ત્રણેય ભાવનગર અને  સંજય બિશ્નોઇ રહે. રાજસ્થાન બોલેરો પીકઅપ ગાડી નં.ૠઉં-૦૧-ઇડ-૮૬૨૮માં પર ખાખી પુઠ્ઠાઓની નીચે સંતાડી ગેર કાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરી વેંચાણ માટે લાવેલ છે. અને તે દારૂ ભરેલ ગાડી લઇ ટોપ-થી સિનેમા પાસે, ડી-માર્ટ મોલની પાછળ, શિવમ અમૃત સોસાયટી, શેરી નં.૦૩, પ્લોટ નં.૧૩, વિક્રમ ઉર્ફે વિકીના કબ્જા ના રહેણાંક મકાનની સામે ઉભા છે. 
અને  ચારેય આ દારૂ ગાડીમાંથી દારૂનો જથ્થો ઇક્કો ફોર વ્હીલ ગાડી નં.ૠઉં-૦૧-છઢ-૪૮૮૯ માં તેમજ રહેણાંક મકાનમાં સંતાડે છે અને સગેવગે કરે છે. જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી ગેર કાયદેસર વિદેશી દારૂના જથ્થા સાથે  રાજેશ ઉર્ફે રાજુ ભગતભાઇ મકવાણા (ઉ.વ.૩૧ ધંધો.ડ્રાઇવીંગ રહે.હાલ-પ્લોટ નં.૫૦, શેરી નં.૦૩, વસંતવિહાર સોસાયટી, ડી-માર્ટ મોલની પાછળ, ટોપ-થી સિનેમા પાસે, ભાવનગર મુળ રહે.સરતાનપર ગામ(કોબડી) તા./જી.ભાવનગર), સંજયકુ ભગવાનારામ ગોદારા/બિશ્નોઇ (ઉ.વ.૨૮ ધંધો.ડ્રાઇવીંગ રહે.બિશ્નોઇઓની ઢાણી, ચિતલવાના, તા.ચિતલવાના, જી.સાંચોર, રાજ્ય-રાજસ્થાન) ને ઝડપી લીધા હતા. જ્યારે ફરાર બનેલા  વિક્રમ ઉર્ફે વિકી હરજીભાઇ જાબુંચા રહે.રામાપીરવાળો ખાંચો, ઘોઘારોડ, પેટ્રોલપંપની પાછળ, ભાવનગર),અલ્પેશ ઉર્ફે લાલો પ્રવિણભાઇ મકવાણા રહે.ભરતનગર, ભાવનગર), મુકેશ ગોદારા રહે.સરનાઉ ગામ, તા.સાંચોર જી.ઝાલોર રાજ્ય-રાજસ્થાન)ને છઘઢઅક ઈઇંઅકકઊગૠઊ ઋઈંગઊ છઊજઊછટઊ ઠઇંઈંજઊંઢ ૭૫૦ ખકની ફોરસેલ ઇન પંજાબની બોટલો નંગ-૧૦૮ કિ.રૂ.૧,૪૦,૪૦૦, છઘઢઅક જઝઅૠ જઞઙઊછઈંઘછ ઠઇંઈંજઊંઢ ૭૫૦ ખકની ફોર સેલ ઇન પંજાબની બોટલો નંગ-૫૭૬ કી..રૂ.૭, ૪૮, ૮૦૦, ખઈઉઘઠઊકક’જ ગઘ.૦૧ ઘછઈંૠઈંગઅક ઇકઊગઉઊઉ ઠઇંઈંજઊંઢ ૭૫૦ બોટલો  નંગ-૩૨૪  કિ.રૂ.૩,૫૬,૪૦૦, ખઈઉઘઠઊકક’જ ગઘ.૦૧ ઘછઈંૠઈંગઅક ઉઊકઞડઊ ઠઇંઈંજઊંઢ ૭૫૦ મળની બોટલો  નંગ-૪૮  કિ.રૂ.૫૨,૮૦૦ દારૂની ખાલી બોટલો નંગ-૧૧૪, બોલેરો પીકઅપ ગાડી નં.ૠઉં-૦૧-ઇડ-૮૬૨૮ જેની કિ.રૂ.૫,૦૦,૦૦૦,  ઇક્કો ફોર વ્હીલ  નં.ૠઉં-૦૧-છઢ-૪૮૮૯ જેની કિ.રૂ.૩,૦૦, ૦૦૦, ફાસ્ટેગ કાર્ડ તેમજ મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૨૧,૦૮,૪૦૦ નો પ્રોહીબિશનનો મુદ્દામાલ કબ્જે  ત્રણેયને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
આ કામગીરીમાં  પોલીસ ઇન્સ. એ.આર.વાળા, પોલીસ ઇન્સ. પી.બી.જેબલીયા, સ્ટાફના અજીતસિંહ મોરી, અરવિંદભાઇ મકવાણા, હીરેનભાઇ સોલંકી, અર્જુનસિંહ ગોહિલ, કુલદીપસિંહ ગોહિલ, હસમુખભાઇ પરમાર, મહેશભાઇ કુવાડીયા અને પ્રજ્ઞેશભાઇ પંડયા સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application