કલ્યાણપુરમાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા, એકની શોધખોળ

  • May 19, 2021 11:34 AM 

કેફી પીણું પીધેલી હાલતમાં બાઈક ચાલક ઝડપાયો

કલ્યાણપુર નજીક ભાટીયા- ભોગાત રોડ પરથી મોટરસાયકલ પર નંબર જી.જે. 37 ઈ 7228 પર પસાર થઈ રહેલા કિશન નારણભાઈ આંબલીયા અને અશોક ઉર્ફે અરજણ પરબતભાઈ ગોજીયા ગામના બે શખ્સોને દોઢ બોટલ વિદેશી દારૂ તથા એક નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 23,600 ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

દારૂની આ બાટલી તેઓએ ઘેલુ પરબતભાઈ ગોજીયા નામના શખ્સ પાસેથી મેળવી હોવાનું કબુલતા કલ્યાણપુર પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

તેમજ મીઠાપુર તાબેના આરંભડા ખાતે રહેતા ભરત રણમલભાઈ રાઠોડ નામના 34 વર્ષના શખ્સને સ્થાનિક પોલીસે ગત સાંજે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 10 હજારની કિંમતના જી.જે. 10 એ.એચ. 0698 નંબરના પેશન પ્લસ મોટરસાયકલ પર નીકળતાં ઝડપી લઈ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ ગુનો નોંધ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS