BREAKING NEWS

રાજકોટ જિલ્લામાં દેશીદારૂની બદી પર ધોંસ, બે દરોડામાં 625 લીટર દારૂ સાથે બે ઝડપાયા

  • July 14, 2026 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ તાલુકા પોલીસે જામવાડી અને ધોરાજી તાલુકા પોલીસે જમનાવડમાં દરોડો પાડયો


રાજકોટ જિલ્લામાં દેશીદારૂની બદી પર પોલીસે ધોંસ બોલાવી છે. બે દરોડામાં 625 લિટર દેશી દારૂ ઝડપી લીધો છે. ગોંડલ તાલુકા પોલીસે જામવાડી અને ધોરાજી તાલુકા પોલીસે જમનાવડમાં દરોડો પાડી કુલ રૂ.3.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.



ગોંડલ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ કમલેશભાઈ કમેજળીયા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પીઆઈ યુ.આર.ડામોરે ફોન કરી જણાવેલ કે, એક ગોલ્ડન કલરની ફોરવ્હીલર ગાડીમાં દેશી દારૂ ભરેલ હોય જે વોરા કોટડા ગામ તરફથી જામવાડી ગામ તરફ જતી હોવાની હકીકત મળેલ છે. જેથી બંને પોલીસકર્મીઓ જામવાડી ગામથી વોરા કોટડા ગામ તરફ જતા પિન્ટુભાઇના સ્ટોન ક્રશર જવાના રસ્તે જતાં એક શખ્સ ગોલ્ડન કલરની મારૂતી સુઝુકી કંપ્નીની ફોરવ્હીલ ગાડીની બાજુમાં શંકાસ્પદ હાલતમાં ઉભો હતો. જેથી આ કાર ચેક કરતા ગાડીની ડેકીમાં પ્લાસ્ટીકની થેલીમા પારદર્શક પ્રવાહી ભરેલ દેશી દારૂના બાચકાઓ જોવા મળ્યા હતા. જેથી પોલીસે કાર પાસે ઉભેલા શખ્સની ઓળખ પૂછતાં તેણે પોતાનું નામ પ્રદીપસિંહ ઉર્ફે પદુભા કિરીટસિંહ ચુડાસમા (ઉ.વ.55 રહે. અજમેરાનગર, ગોંડલ) જણાવ્યું હતુ. બાદ પોલીસે જીજે-10-એપી-2805 નંબરની સુઝુકી એસએક્સ-4 કારમાંથી દેશી દારૂ ભરેલા 21 બાચકામાં પાંચ-પાંચ લિટરની દેશી દારૂની 105 કોથળીમાંથી રૂ. 1,05,000 ની કિંમતનો 525 લિટર દેશી દારૂ કબ્જે કરી કાર ચાલક પ્રદીપસિંહ ચુડાસમા નામના બુટલેગરની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ અને કાર મળી રૂ. 2.55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


જયારે ધોરાજી તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ લાલુભા પઢિયાર, જગદીશભાઈ સુવાણ, કોન્સ્ટેબલ સંજયભાઈ મકવાણા, એલઆરડી જવાન વાઘાભાઈ મોરી સહીતની ટીમ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન જમનાવડથી પીપળીયા તરફ જતા વળાંકમા એક ફોરવ્હીલ શંકાસ્પદ હાલતમા મળી આવી હતી. જેથી કારને અટકાવી ચેક કરતા તેમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે સુઝુકી અલ્ટો કાર જેના રજી. નં. જીજે-06-ડીજી-3272 કારમાંથી રૂ. 30 હજારની કિંમતનો 150 લિટર દેશી દારૂ કબ્જે કરી કાર ચાલક રસુલભાઈ સલીમભાઇ લાડક ( ઉવ.25 રહે.હાલ સાંતલપુર ધાર, વંથલી, જુનાગઢ મુળ ગામ ભંડુરી,માળીયા હાટીના,જુનાગઢ)ની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે અહીંથી કાર અને દેશી દારૂ મળી 80 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં પોલીસની પૂછપરછમાં ઝડપાયેલ શખસે દારૂનો જથ્થો ધોરાજીના સદામ હુસેન રફાઈએ મંગાવ્યાની કબૂલાત આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application