કલ્યાણપુર પંથકમાં વિદેશી દારૂના જથ્થા સાથે વિદ્યાર્થી કિશોર સહિત બે ઝડપાયા: અન્ય એકની શોધખોળ

  • July 20, 2021 11:19 AM 

    કલ્યાણપુર તાલુકાના રાણ તથા મેવાસા ગામની સીમમાંથી સ્થાનિક પોલીસે વિદેશી દારૂ અંગે દરોડો પાડી, મેવાસા ગામના અરજણ જેઠાભાઇ ગાધેર તથા રાણ ગામનો પોણા સતર વર્ષનો એક વિદ્યાર્થી કિશોર મળી કુલ બે શખ્સોને રૂપિયા 25,600ની કિંમતની 64 બોટલ વિદેશી દારૂ, રૂપિયા 10,500 ની કિંમતના બે મોબાઈલ ફોન તથા 35 હજારની કિંમતના જી.જે.37 એ. 8456 નંબરના મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 71,100 ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત બંને શખ્સોની અટકાયત કરી હતી.

    આ પ્રકરણમાં રાણ ગામના ડેરાજ રામા શાખરા નામનો શખ્સ દરોડાના સ્થળે હાજર મળી ન આવતા કલ્યાણપુર પોલીસે ઉપરોકત ત્રણેય શખ્સો સામે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS