જામનગર રોડ પર ઘરના ફળિયામાં ક્રિકેટ સટ્ટો રમાડતા બે ઝડપાયા

  • January 23, 2025 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરના જામનગર રોડ પર આવાસ યોજના કવાર્ટર પાસે ઘરના ફળિયામાં ટેબલેટ રાખી ક્રિકેટ સટ્ટો રમાડી રહેલા બે શખસોને ઝડપી લીધા હતા. પોલીસની તપાસમાં આ બંને શખસો લાઈનગુ નામની એપ્લિકેશન મારફત ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી બીગ બેશ લીગ પર ક્રિકેટ સટ્ટો રમાડતા હતા બંને શખસો છેલ્લા દોઢેક માસથી સટ્ટો રમાડતા હોવાનું માલુમ પડું છે. પોલીસે આરોપી પાસેથી ટેબલેટ મોબાઈલ ફોન સહિત પિયા ૪૧,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.જાણવા મળતી વિગતો મુજબ,ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ એએસઆઈ સી.એમ.ચાવડા, આર.બી.જાડેજા, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ સોલંકી, ઉમેશભાઈ ચાવડા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એવી બાતમી મળી હતી કે, જામનગર રોડ પર વાલ્મિકીવાડી મેઇન રોડ આવાસ યોજનાના કવાર્ટરની પાછળ ગેટ નજીક શેરીમાં સિકંદર મેણું પોતાના મકાનની આગળ ફળિયામાં ખુલ્લી જગ્યામાં ક્રિકેટ સટ્ટો રમાડી રહ્યો છે.આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે અહીં દરોડો પાડો હતો. પોલીસે અહીં સિકંદર મેણુંના મકાનની આગળ ખુલ્લી જગ્યામાં સિકંદર તથા મયુર મીરાણી બંને ખુરશી ઉપર બેસી ટેબલેટમાં કલાઈનગુ એપ્લિકેશનમાં ઓસ્ટ્રલીયામાં રમાઇ રહેલી બીગ બેશ ટી– ૨૦ સિરીઝની થન્ડર અને મેલબોર્ન સ્ટાર વચ્ચે રમાતી મેચ પર ક્રિકેટ સટ્ટો રમાડી રહ્યા હોવાનું માલુ પડું હતું.જેથી પોલીસે બંને આરોપી સિકંદર નાસીરભાઈ મેણું (ઉ.વ ૩૧ રહે. વાલ્મિકીવાડી મેઇન રોડ, આવાસ યોજના પાછળ) તથા મયુર કિશોરભાઈ વિરાણી (ઉ.વ ૪૨ રહે. આર.કે ડ્રીમલેન્ડ ૨, એપાર્ટમેન્ટ લેટ નંબર બી ૫ સતનામ પાર્ક મેઇન રોડ) ની ધરપકડ કરી ટેબલેટ, મોબાઈલ સહિત પિયા ૪૧,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.પોલીસે જણાવ્યું હતું કે, બંને આરોપી મજૂરી કામ કરે છે અને છેલ્લા દોઢેક માસથી આ રીતે લાઈન ગુ એપ્લિકેશન મારફત સ્કોર તથા ભાવ જોઈ મોબાઈલ ફોન મારફતે ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application