BREAKING NEWS

લાઠી પંથકમાં અઢી વર્ષની બાળકી અને યુવકનાં પાણીમાં તણાઈ જવાથી મોત

  • July 25, 2026 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લામાં ભારે વરસાદના પગલે નદી–નાલાઓમ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. તો વરસાદના લીધે પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી લાઠી પંથકમાં એક બાળકી અને યુવકનું મોત નીપયું છે. જયારે લીલીયામાં એક યુવકને રેસ્કયુ કરી બચાવવામાં આવ્યો હતો.
મળતી વિગત મુજબ મૂળ એમપીના અને હાલ લાઠીના માલવીયા પીપરીયા ગામે દિનેશભાઇ વિઠૃલભાઇ મુલાણીની વાડીએ ખેત મજૂરી કામ કરતા સુરપાલ કેંદુભાઇ મુવેલની અઢી વર્ષની પુત્રી નંદિની વાડીના શેઢે રમતી હતી દરમિયાન રમતા રમતા શેઢાની બાજુમાંથી નીકળતા પાણીના વહેણમાં તણાઈ જતા પરિવારે દેકારો મચાવતા આસપાસના લોકો દોડી ગયા હતા અને તંત્રને જાણ કરવામાં આવતા મામલતદાર, પોલીસ તેમજ એનડીઆરએફ તાકીદે પહોંચી હતી અને એનડીઆરએફના જવાનોએ બાળકીની શોધખોળ હાથ ધરતા બે કિમી દૂરથી મૃતદેહ મળી આવતા પરિવારમાં આક્રદં સર્જાયો હતો. જયારે બીજા બનાવમાં મૂળ એમપીનો અને હાલ લાઠીના કૃષ્ણગઢ ગામે હિરાભાઇ પરબતભાઇ પીપળીયાની વાડીમાં ખેતમજૂરી કામ કરતો મીલ્સા નજરાભાઇ બંડલ (ઉ.વ.૨૪)નો યુવક ગઈકાલે ગામમાં હટાણું કરવા ગયો હતો દરમિયાન સાંજના પાંચેક વાગ્યે ગામના હોકરાના પાણીના વહેણમાંથી પસાર થવા જતા ભારે પ્રવાહના કારણે તણાઈ જવાથી શોધખોળ દરમિયાન મૃતદેહ મળી આવ્યો હતો. બનાવના પગલે ચાર સંતાનોએ પિતાનું છત્ર ગુમાવી દેતા પરિવારમાં શોક છવાયો છે. બંને મૃતદેહને લાઠી સરકારી હોસ્પિટલે ખસેડી પીએમ સહિતની જરી કાર્યવાહી લાઠી પોલીસ મથકના હેડ.કોન્સ. બી.પી. ડોડીયા સહિતના સ્ટાફે કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application