સુરતમાં ગાડીમાંથી ચોરી કરનાર બે આરોપી ઝડપાયા

  • August 19, 2023 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસઓજીની ટુકડી શરુસેકશન રોડ પર ત્રાટકી

જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી જામનગર જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે એસઓજી ઇન્ચાર્જ પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ જે.ડી. પરમારના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
સુરત શહેર, ઉમરા પોલીસ સ્ટેશનના કલમ ૩૭૯, ૪૨૭ મુજબનો ગુનો તા. ૧૭-૮-૨૩ના દાખલ થયેલ અને આ ગુનાના કામે ફરીયાદી હિંમતરામ સવાજી યત્રાજી સુથારની ફોરવ્હીલ ગાડી નં. જીજે૫આરકયુ-૭૨૮૩નો કાંચ તોડી તેમા રહેલ પર્સ જેમાં રોકડા ૭૦૦૦૦ તથા જરુરી કાગળો હતા તે પર્સની કોઇ અજાણ્યા ચોર ઇસમોએ ચોરી કરી લઇતા ઉપોરકત ગુનો દાખલ થયેલ.
બાદ સુરત શહેર, ઉમરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ અમીતભાઇ ભુપતભાઇ તથા પોલીસ કોન્સ, દિવ્યપાલસિંહને ઉપરોકત ગુનાની તપાસ કરતા હકીકત મળેલ કે ઉપરોકત ગુનાના ફરીયાદીની ગાડીનો કાંચ તોડી રોકડા ૭૦૦૦૦ રાખેલ પર્સ ચોરી કરનાર ઇસમો પરેશ છગન હિંગરાજીયા-પટેલ રહે. વાંસજાળીયા, જામજોધપુર તથા જગદીશ ગોરધન ખાનપરા-પટેલ રહે. ખોરાસા ગીર ગામ તા. માળીયા હાટીના ગીર સોમનાથવાળાઓ હાલ જામનગરમાં હોવાની બાતમી મળેલ જેથી એસઓજી સ્ટાફના માણસો તપાસમાં હતા.
દરમ્યાન સ્ટાફના પીએસઆઇ જે.ડી. પરમાર, પોલીસ હેડ કોન્સ રાજેશભાઇ મકવાણા તથા પો.કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજાને હકીકત મળેલ કે સુરત શહેર ઉમરા પોલી સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી હાલ શરુ સેકશન રોડ, આશાપુરા હોટલ પાસે હોવાની બાતમી મળતા જેથી એ જગ્યાએ જતા ઉપરોકત નામવાળા આરોપીઓ મળી આવતા બંને આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી માટે સુરત શહેર ઉમરા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application