ઓખા પંથકમાં ચોરી પ્રકરણમાં બે આરોપીઓ ઝડપાયા

  • March 22, 2021 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા મંડળ ખાતે તાજેતરમાં વાહનચોરી તથા મોબાઈલ ચોરીના ગુનાઓ નોંધાયા હતા. જે સંદર્ભે ઓખા મરીન પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરાયેલા પેટ્રોલિંગ દરમિયાન સ્થાનિક સ્ટાફના એ.એસ.આઇ. મજીદભાઈ મામદાણી તથા હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ જોગલને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઓખા કોસ્ટગાર્ડ ફાટક પાસેથી વોચ ગોઠવી અને આ સ્થળેથી હંક મોટરસાયકલ પર નિકળેલા ઓખાના રહીશ કાદર ઉર્ફે કાદરિયો અબ્દુલ તુરક (ઉ.વ. 25), તથા અકરમ ઉર્ફે અકુડો જુસબભાઈ મોખા (ઉ.વ. 20) નામના બે શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 11 હજારનો મુદ્દામાલ કબજે કરી, ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS