જામનગરના એડવોકેટ હત્યા કેસમાં બે આરોપી જેલહવાલે

  • April 07, 2021 08:31 PM 

એક આરોપીનો કોવીડ રીપોર્ટ ફરીથી પોઝીટીવ આવ્યો

જામનગરના એડવોકેટ હત્યા કેસમાં પકડાયેલા ત્રણ આરોપીનો કોવીડ રીપોર્ટ પોઝીટીવ આવ્‌યો હતો અને સારવારમાં ખસેડાયા હતા, બીજી બાજુ રીમાન્ડની કાર્યવાહી પૂર્ણ થતાં કોર્ટમાં રીપોર્ટ કરાયો હતો, દરમ્યાનમાં ત્રણ પૈકી બે આરોપીનો ફરીથી કરાવેલો કોવીડ રીપોર્ટ નેગેટીવ આવતા બન્નેને જેલહવાલે કરવામાં આવ્યા છે, જ્યારે એકને પોલીસ ઝાપટા હેઠળ કોવીડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.

જામનગરના એડવોકેટ કિરીટ જોષીની હત્યા નિપજાવવાના પ્રકરણમાં પકડાયેલા ત્રણ ભાડુતી હત્યારાને 1ર દિવસના રીમાન્ડ પર લેવામાં આવ્‌યા હતા, જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી હતી, દરમ્યાનમાં આરોપી હાર્દિક પુજારા, દિલીપ પુજારા અને જયંત ગઢવીના કોવીડ રીપોર્ટ પોઝીટીવ આવતા પોલીસ ઝાપટા હેઠળ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

જ્યારે રીમાન્ડની કાર્યવાહી પૂર્ણ થતાં પોલીસ દ્વારા કોર્ટમાં રીપોર્ટ કરવામાં આવ્યો હતો, બીજી બાજુ જામનગર પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓનો ફરીથી કોવીડ રીપોર્ટ કરાતા હાર્દિકનો રીપોર્ટ પોઝીટીવ આવ્‌યો છે, જ્યારે અન્ય બે આરોપીના રીપોર્ટ નેગેટીવ આવતા જેલહવાલે કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS