ટંકારા નજીક ખજુરા હોટેલના ગ્રાઉન્ડમાં આગંડિયા પેઢીની કારને આંતરી છરી, લાકડાના ધોકા બતાવી ૯૦ લાખની ચકચારી લૂંટ પ્રકરણમાં પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી જેમાં બે ઇસમોને ઝડપી લઈને રોકડ ૭૨.૫૦ લાખ ગુનામાં વપરાયેલ બલેનો કાર, પોલો કાર અને ૫ મોબાઈલ સહીત કુલ ૮૧.૫૦ લાખનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
ગત તા. ૨૧ ના રોજ રાજકોટના રહેવાસી અને આંગડીયા પેઢીના માલિક નીલેશભાઈ મનસુખભાઈ ભાલોડી તેના ડ્રાઈવર જયસુખભાઈ સુંદરજીભાઈ ફેફર સાથે ટી એન્ટરપ્રાઈઝ (ટીટેનિયમ) નામની આંગડીયા પેઢીના રોકડ પિયા પોતાની કાર જીજે ૦૩ એનકે ૩૫૦૨ વાળીમાં લઈને રાજકોટથી મોરબી આવતા હતા ત્યારે મીતાણા ગામ નજીક સફેદ કલરની પોલો કારે ઠોકર મારતા કાર ઉભી રાખી ત્યારે અન્ય એક બલેનો કાર આવી જતા પાંચથી સાત ઇસમોએ લાકડાના ધોકા, છરી અને પાઈપ સાથે ઉતરતા ગાડી મોરબી તરફ હંકારી હતી અને બંને કારે પીછો કરતા ખજુરા હોટેલના ગ્રાઉન્ડમાં ઉભી રાખી હતી અને ગાડીનું ટાયર ફાટી ગયું હતું ત્યારે બંને કારમાંથી પાંચથી સાતેક માણસો મોઢે માલ બાંધી લાકડાના ધોકા, પાઈપ અને છરી લઈને ઉતર્યા હતા કારમાં રાખેલ રોકડ ૯૦ લાખની લૂંટ ધાડ કરી નાસી ગયા હતા ટંકારા પોલીસે લૂંટ ધાડની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી
લૂંટના ગુનામાં આરોપીને ઝડપી લેવા જીલ્લ ામાં નાકાબંધી કરવામાં આવી હતી અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી સીસીટીવી ફટેજને આધારે ધ્રોલ, જોડિયા વિસ્તારમાં લોકલ માણસોનો સંપર્ક કરી કાર અંગે હકીકત મેળવતા કાર ધ્રોલ, લતીપર થઇ ટંકારા તરફ આવતી હોવાનું જાણવા મળ્યું હતું જેથી લતીપર રોડ પર આરાધના હોટેલ સામે રોડ પર વોચ ગોઠવી હતી મોટા વાહનો વડે ટ્રાફિકજામ કરી પોલો કારણે આંતરી રોકી પાડવા તૈયારી કરવામાં આવી હતી પોલો કાર પુરઝડપે આવી રહી હતી ત્યારે પોલીસ ટીમ એલર્ટ થઇ હતી અને લતીપર રોડ, ટીપટોપ કારખાના સામે સરકારી, ખાનગી મોટા વાહનોની આડશ કરી હતી અને બે હાઈસ્પીડ ખાનગી વાહન સ્કોર્પીઓમાં પોલીસને બેસાડી પોલો કારનો પીછો કરવા તૈયારી કરી હતી દરમિયાન લતીપર બાજુથી ફલસ્પીડમાં પોલો કાર આવતી હોય જેને રોકવા હાથથી ઈશારો કરતા ફલસ્પીડમાં હંકારી યુ ટર્ન લેવા જતા કાર બધં થઇ ગઈ જે કારમાંથી આરોપી અભિ લાલાભાઈ અલગોતર (ઉ.વ.૨૪) રહે ભાવનગર અને અભિજિત ભાવેશ ભાર્ગવ (ઉ.વ.૨૫) રહે ભાવનગર વાળાને ઝડપી લીધા છે
પોલીસે આરોપીઓ પાસેથી રોકડ ૭૨,૫૦,૦૦૦ પોલો કાર જીજે ૦૧ આરઈ ૭૫૭૮ કીમત ૪ લાખ, બલેનો કાર જીજે ૦૪ ઈપી ૭૮૭૮ કીમત ૫ લાખ, મોબાઈલ નગં ૦૫ કીમત ૫૦ હજાર તેમજ લૂંટ ધાડમાં ગયેલ ડોકયુમેન્ટ ભરેલ બેગ, લાકડાના ધોકા, મરચાની ભૂકી સહીત કુલ ૮૧,૫૦,૦૦૦ નો મુદામાલ જ કર્યેા છે જયારે અન્ય આરોપીઓ હિતેશ પાચાભાઇ ચાવડા, નીકુલ કાનાભાઈ અલગોતર, દર્શીલ ભરવાડ, કાનો આહીર રહે બધા ભાવનગર અને એક અજાણ્યો ઇસમ એમ પાંચ આરોપીઓના નામો ખુલતા ટંકારા પોલીસે વધુ તપાસ ચલાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર કોવિડની બીમારી સામે સજ્જ
May 23, 2025 05:17 PMજામનગરમા વાવાઝોડાની શક્યતાના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
May 23, 2025 05:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech