જામજોધપુરમાં બે વર્લીબાઝ ઝબ્બે : 11 ફરાર

  • May 18, 2021 12:10 PM 

રોકડ, મોબાઈલ અને આંકડા લખેલી કાપલીઓ કબજે લેતી પોલીસ

જામજોધપુરના ગાંધી ચોક ખાતેના રોડ પર વરલી મટકાના આંકડા લખીને નસીબ આધારિત જુગાર રમાતો હોવાની હકીકતના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડીને બે શખ્સોને રોકડ, મોબાઈલ અને આંકડાની કપાત ચિઠ્ઠીઓ સાથે દબોચી લીધા હતા પૂછપરછ દરમિયાન 11 શખ્સની સંડોવણી ખુલી હતી.

જામજોધપુરના ખાટ પા વિસ્તારમાં રહેતો કેલ્વિન મનસુખ સાપરીયાને અન્ય શખ્સો પાસેથી જાહેરમાં વરલી-મટકાના આંકડા લખી નસીબ આધારિત જુગાર રમી હારજીત કરતો હોય આથી પોલીસે દરોડા દરમિયાન એક મોબાઇલ અને ૭૫૦૦ની રોકડ સાથે પકડી લીધો હતો,

જ્યારે જામજોધપુરના ઉપાશ્રય રોડ પર રહેતા રમેશ મોહન શીલુ નામના શખ્સને અન્ય શખ્સો સાથે વરલી મટકાના આંકડાની કપાત ચિઠ્ઠી દ્વારા લઈને આંકડાનો જુગાર રમતા ચાર કાપલી, રોકડા 3250 સાથે પકડી લીધો હતો. પોલીસ દ્વારા કુલ 18750 નો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ કરતા 11 નામ ખુલ્યા હતા.

ફરારી શખ્સોમાં સાજીદ- સબીર હુસૈન લાલપુર, જામજોધપુરના ભટ્ટ, યુનુસ રાવકરડા, લાલપુરના મોટા વડીયાના રાયસી આહીર, જામજોધપુરના દેવીપૂજક વાસના મયુર દેવીપુજક, જામજોધપુર સિનેમા પાસે રહેતો ભલો, મૂળ કોલકી ગામનો અને હાલ ઉપલેટા રહેતો શૈલેષ ઉર્ફે સેટી, જામજોધપુરના કડીવારનું નાકુ ખાતે રહેતા સંજય કડીવાર, રામવાડીનાં હરિ મિસ્ત્રી, જામજોધપુરના ભરત મકા, રમેશ કોળીના નામ ખુલ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)