દરેડ અને જામનગરમાં બે વર્લીબાજ પકડાયા

  • April 14, 2021 08:56 PM 

રોકડ, મોબાઈલ અને ચિઠ્ઠી કબજે લેવાઈ, કપાત લેનાર રફુચક્કર

દરેડ મસીતીયા રોડ પર સ્ટુડિયો નજીક એક શખ્સ વરલી મટકાનો જુગાર રમે છે તેવી હકીકતના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડીને દરેડના શખ્સને વરલીનો જુગાર રમતા પકડી લીધો હતો જ્યાંરે જામનગરના દિગ્વિજય પ્લોટ 49, ચારણ વાસના ખૂણા પાસે જાહેરમાં વરલીનો જુગાર રમતો વધુ એક શખ્સ ઝપટમાં આવ્યો હતો.

જામનગર એલસીબીની ટુકડી પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન સ્ટાફના દિલીપભાઈ તથા યશપાલસિંહને મળેલી બાતમીના આધારે દરેડ મસીતીયા રોડ સ્ટુડિયો નજીક દરેડ ગામમાં રહેતો રણજીતસિંહ બહાદુરસિંહ જાડેજા ઉમર વર્ષ 39 નામનો શખસ વરલી મટકાનો જુગાર રમતો હોય આથી તેને પકડી પાડી 6480 રોકડ અને મોબાઇલ કબજે કર્યો હતો જ્યારે પૂછપરછ કરતા કપાત લેનાર જામનગરના હબીબ ઉમર બ્લોચની સંડોવણી ખુલી હતી.

બીજા દરોડામાં જામનગરના ગોકુલ નગર પાણાખાણ શેરી નંબર 8 મા રહેતો હસમુખ કાંતિલાલ મોઢા ઉમર ૪૪ નામના શખ્સને દિગ્વિજય પ્લોટ 49, ચારણ વાસના ખૂણા પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા સીટી સી પોલીસે દરોડો પાડીને એક ચિઠ્ઠી તથા 1200 રૂપિયાની રોકડ સાથે દબોચી લીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS