સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ વાપીના કરમબેલા નેશનલ હાઈવે પર ટેક્સી પર્સિંગ કાર અટકાવી બે નાઈજીરીયનને 1.26 કરોડની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. ડ્રગ્સનો આ જથ્થો મુંબઈમાં રહેતા ચાચુ નામના શખસે આપ્યો હોય અને આ જથ્થો અહીં વાપીમાં સપ્લાય કરવાનો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે મુંબઈના શખસ અને ડ્રગ્સ મંગાવનાર વાપીના શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
એસએમસીના વડા નિર્લિપ્ત રાયની સુચના હેઠળ ડીવાયએસપી કે.ટી. કામરીયાના સુપરવિઝનમાં રાજ્યમાં માદક પદાર્થની હેરફેરને અટકાવવા માટે ટીમ પ્રયત્નશીલ હોય દરમિયાન પીઆઇ સી.એચ. પનારા તથા તેમની ટીમને એવી માહિતી મળી હતી કે, બે નાઈજીરીયન શખસો ટેક્સી પાર્સિંગ કારમાં ડ્રગ્સનો જથ્થો મુંબઈના નાલા સોપારાથી લઇ વાપીમાં સપ્લાય કરવા માટે આવી રહ્યા છે. જેથી પી.એસ.આઇ વી.સી. જાડેજા તથા ટીમે વોચ ગોઠવી હતી.
દરમિયાન વાપીમાં ભીલાડ તરફથી કરમબેલા નેશનલ હાઈવે પાસે રેલવે ઓવર બ્રિજ નીચે એક કાર આવી ઉભી રહેતા પોલીસે તેને કોર્ડન કરી હતી. કારમાં બે નાઈજીયરન શખસો સવાર હોય જેના નામ કેલીચીકુ એજે ફ્રાન્સિસ (ઉ.વ 40 રહે.હાલ નાલા સોપારા તા.વસઈ પાલઘર,મહારાષ્ટ્ર) અને અકીમવાનમી તાઇવો ડેવિડ(ઉ.વ 28 રહે. નાલાસોપારા તા.વસઈ) હોવાનું માલુમ પડ્યું હતું.પોલીસે આ બંને શખસોની અંગ જડતી લેતા તેની પાસેથી રૂપિયા 1.26 કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સનો આ જથ્થો રોકડ રકમ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1,26,22,200 નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા આ બંને શખસો સામે એનડીપીએસની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
બંને શખસોની પૂછતાછ કરતા મુંબઈમાં રહેતા ચાચુ નામના શખસે માદક પદાર્થનો આ જથ્થો વાપી ખાતે મોકલ્યો હોવાનું જણાવતા પોલીસે મુંબઈના ચાચુ અને વાપીમાં ડ્રગ્સનો જથ્થો મંગાવનાર બંને શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.આ મામલે વધુ તપાસ એસએમસીના પીઆઇ પી.પી.બ્રહ્મભટ્ટને સોંપવામાં આવી છે.
એક આરોપી ડ્રગ્સના ગુનામાં દોઢ માસ પૂર્વે જ જેલમુક્ત થયો’તો
પોલીસની તપાસમાં ઝડપાયેલા આ બંને આરોપીઓ પૈકી કેલીચીકુ અગાઉ મુંબઈના થાણે વિસ્તારના મુબ્રા પોલીસ સ્ટેશનમાં માદક પદાર્થની હેરફેરના ગુનામાં પકડાયો હતો. બાદમાં તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.જાન્યુઆરી 2025 માં જ તે જામીન પર મુક્ત થયો હતો બાદમાં ફરી તે આ પ્રવૃત્તિમાં સામેલ થઈ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech