BREAKING NEWS

રૈયારોડ પર રહેતી બે બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઇ: ડિપોર્ટ કરાશે

  • April 17, 2026 05:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બંને મહિલા ગેરકાયદે ભારતમાં આવ્યા બાદ સ્પામાં કામ કરવા લાગી 'તી: એસઓજીની ટીમની કાર્યવાહી

રાજકોટ શહેરમાં બાંગ્લાદેશ ઘૂસણખોરો વિરુદ્ધ એસઓજીની ટીમે ખાસ ઝુંબશ ચલાવી રહી છે. ત્યારે  શહેરમાંથી વધુ બે બાંગ્લાદેશી મહિલા મળી આવતાં નિયમ અનુસાર જે તે સંબંધીત એજન્સીઓને જાણ કરી આ બંને મહિલાને તેના વતન પરત મોકલવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જાણવા મળતી વિગતો મુજબ, શહેરમાં ગેરકાયદેસર રીતે પાડોશી દેશ કે બીજા દેશના કોઈ નાગરીકો વસવાટ કરતાં હોય તો શોધી કાઢવાની ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દ્વારા અપાયેલી સુચનાના પગલે એસઓજી પીઆઇ એસ. એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ એમ.એમ.જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ટીમને માહિતી મળતાં રૈયા ચોકડી પાસેથી બે મહિલાને સકંજામાં લીધી હતી. બંને મહિલા બાંગ્લાદેશની હોવાની માહિતી હોઈ તેની પુછતાછ કરવામાં આવતાં અને રહેણાક સહિતના આધારપુરાવા માંગવામાં અવતાં પોતે બંગ્લાદેશની વતની હોવાનું અને મજુરી કરવા ગેરકાયદેસર રીતે અહિ આવ્યાનું રટણ કર્યુ હતું.
એસઓજીની ટીમે નિયમાનુસાર જરૂરી કાર્યવાહી કરી જે તે એજન્સીઓને જાણ કરી હતી. સામાન્ય રીતે આવા કિસ્સામાં જે તે ઘુષણખોરનો ઇરાદો ગુનાહિત ન હોય તો તેને ડીપોર્ટ કરવાની કાર્યવાહી થતી હોય છે. એટલે કે જરૂરી કાર્યવાહી બાદ તેને તેના દેશમાં પરત મોકલી દેવામાં આવે છે. આ મહિલાઓની વિશેષ પુછતાછ બાદ જે તે એજન્સી દ્વારા તેને ડીપોર્ટ કરવામાં આવશે. બંને મહિલાઓ રૈયા રોડ પરના વિસ્તારમાં રહેતી અને અહીં જ આવેલા સ્પામાં કામ પણ કરવા પણ લાગી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News