૮.૮ ડિગ્રી સાથે થરથર કાપતું નલિયા: રાજકોટમાં ૧૧.૨

  • November 21, 2020 12:34 PM 573 views

લઘુતમ તાપમાનના પ્રમાણમાં સતત ઘટાડો અને ઠંડીની તીવ્રતામાં વધારાનો સિલસિલો આજે પણ ચાલુ રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી નીચું તાપમાન રાજકોટ ખાતે ૧૧.૨ ડિગ્રી નોંધાયું છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં ૮.૮ ડિગ્રી રહેવા પામ્યું છે. રાજકોટ અને નલિયા માટે આજનો દિવસ શિયાળાની ચાલુ સિઝનમાં સૌથી વધુ ઠંડો રહેવા પામ્યો છે. આજે હિમાલયન રીજીયનમાં સવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યું હતું અને આવતીકાલથી જમ્મુ-કાશ્મીર લદાખ સહિતના વિસ્તારોમાં ભારે હિમવર્ષાની ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે. 
હવામાન ખાતાના જણાવ્યા મુજબ હિમવર્ષાના પગલે દેશના અનેક રાજ્યોમાં લઘુતમ તાપમાનનો પારો હજુ નીચે ઉતરશે અને ઠંડીનું જોર વધશે. ડીસામાં આજે લઘુત્તમ તાપમાન ૧૪.૪ ડિગ્રી નોંધાયું છે. વડોદરામાં ૧૫.૨ સુરતમાં ૧૮.૪ કેશોદમાં ૧૨.૫ ભાવનગરમાં ૧૫.૪ પોરબંદરમાં ૧૫.૫ વેરાવળમાં ૧૮.૯ દ્વારકામાં ૧૭.૮ ઓખામાં ૨૨.૯ ભુજમાં ૧૪.૬ સુરેન્દ્રનગરમાં ૧૫.૮ કંડલા ૧૫, કંડલા એરપોર્ટ પર ૧૩.૧ અમરેલીમાં ૧૬. ૪ ગાંધીનગરમાં ૧૩.૫ મહુવામાં ૧૪.૩ દિવમાં ૧૬.૪ વલસાડમાં ૧૫.૫ અને વિદ્યાનગરમાં ૧૬ ડિગ્રી નોંધાયું છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application