ઓછી મહેનતે દિવાળી પર ચમકશે ઘર, અજમાવો આ સરળ ટ્રિક્સ

  • October 15, 2024 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. વિદેશોમાં પણ આ તહેવારની ખ્યાતિ જોવા મળે છે. દિવાળીના આ દિવસ માટે લોકો તેમના ઘરને સાફ કરે છે અને સજાવટ કરે છે. દિવાળી પહેલા દરેક ઘરને રંગવામાં આવે છે અને દરેક ખૂણાને સાફ કરવામાં આવે છે. ત્યારે કલર બધી જગ્યા એ ફેલાઈ જાય છે અને કેટલીકવાર તેને સાફ કરવામાં ઘણી મૂંઝવણ થાય છે. પડદા ધોવાથી લઈને રસોડાના ફ્લોર, સ્લેબ અને ચીમનીમાંથી સ્ટીકી લેયર અને સ્ટેન દૂર કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે. તો ચાલો જાણીએ કઈ એવી ટ્રિક્સ છે જેનાથી તમારું કામ સરળ થઈ શકે છે અને ઓછી મહેનતે પણ ઘરના કામ ઝડપથી પૂરા થઈ જશે.


સફાઈ દરમિયાન કે પછી વસ્તુઓ ન મળે ત્યારે સૌથી મોટી સમસ્યા સર્જાય છે. આના કારણે ઘણી તકલીફ પડે છે અને સમયનો પણ બગાડ થાય છે, તેથી કામ વ્યવસ્થિત રીતે કરવું જોઈએ. આ માટે કેટલાક કાર્ટૂન લો. આ બૉક્સમાં બધી વસ્તુઓ પૅક કરો અને દરેક બૉક્સમાં કઈ વસ્તુઓ રાખવામાં આવી છે તે દર્શાવતા તમામ પર સ્ટીકરો લગાવો. મોટા ભાગના લોકો ઘરની તમામ વસ્તુઓને એકસાથે ફેંકી દેવાની ભૂલ કરે છે. જો ઘરમાં એક કરતા વધારે રૂમ હોય તો એક પછી એક સફાઈ અને કલરકામ પૂર્ણ કરો. જ્યારે એક રૂમ સાફ અને રંગાઈ જાય, ત્યારે તેની સામગ્રી સેટ કરો અને પછી બીજા રૂમને સાફ કરવાનું શરૂ કરો.


જો તમારે ઘરની બારીઓ અને દરવાજા પરના પડદા ધોવા હોય તો પહેલા ગરમ પાણીનો ઉપયોગ કરો અને સફેદ વિનેગરમાં ડિટર્જન્ટ પાવડર મિક્સ કરીને તેને પલાળી રાખો. તેને મશીનમાં ધોશો કે હાથથી, બધી ગંદકી સરળતાથી દૂર થઈ જશે અને પડદા નવા જેવા દેખાવા લાગશે. પડદા પરના ડાઘ પણ સરળતાથી સાફ થઈ જશે.


પિત્તળ અને તાંબાના વાસણો આ રીતે કરો સાફ

દિવાળીની સફાઈ દરમિયાન તાંબા અને પિત્તળના વાસણો પણ બહાર કાઢીને સાફ કરવામાં આવે છે, જેમાં ઘણી મહેનત કરવી પડે છે. જો તાંબા અને પિત્તળના વાસણો સાફ કરવા હોય તો પાણીમાં સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુનો અર્ક નાખો. તેમાં થોડો વિનેગર ઉમેરો અને આ પાણીમાં તાંબા અને પિત્તળના વાસણોને થોડી વાર રહેવા દો. બાદમાં તેને સ્ક્રબરથી સાફ કરો. આ રીતે વાસણો ચમકશે.

રસોડાના ફ્લોર પરના ચીકણા ડાઘ પળવારમાં થઈ જશે સાફ


રસોડાની ચીમની, દિવાલો અને ફ્લોર પરના સ્ટીકી સ્ટેનને સાફ કરવામાં સમય લાગે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે એક કપ બેકિંગ સોડા લો અને તેમાં વિનેગર મિક્સ કરો. ફ્લોર પર જ્યાં પણ ડાઘ અને ફોલ્લીઓ હોય ત્યાં આ દ્રાવણને નાખી અને થોડીવાર માટે છોડી દો. આનાથી ડાઘ સરળતાથી સાફ થઈ જશે. ચીમનીની ચીકણીને સાફ કરવા માટે, લીંબુ, ખાવાનો સોડા, સરકો, ડીટરજન્ટ અને હૂંફાળા પાણીનો દ્રાવણ બનાવો. આ સોલ્યુશનથી ચીમનીને સાફ કરો.


કોકરોચ અને જંતુઓ

રસોડું એ એવી જગ્યા છે જ્યાં વંદો આવવાની સંભાવના વધારે હોય છે, જ્યારે ઘરના ખૂણામાં વધુ ભેજ હોય ​​છે, આથી વંદો અને જંતુઓ માટે આ યોગ્ય જગ્યાઓ છે. અત્યારે આનાથી છૂટકારો મેળવવા માટે, લવિંગની પેસ્ટને ગરમ પાણીમાં મિક્સ કરો અને આ દ્રાવણને એવી જગ્યાએ છોડી દો જ્યાં કોકરોચ હોય અથવા જ્યાં કીડા થવાની સંભાવના હોય. પછી તેને સાફ કરવાથી ત્યાંથી તે દુર થઇ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application