ધનની સમસ્યાથી છુટકારો મેળવવા અજમાવો આ વાસ્તુશાસ્ત્રની સરળ ટિપ્સ
ધનની સમસ્યાથી છુટકારો મેળવવા અજમાવો આ વાસ્તુશાસ્ત્રની સરળ ટિપ્સ
February 27, 2021 12:49 PM
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર અને પૂર્વ દિશા આર્થિક સમૃદ્ધિ માટે જવાબદાર માનવામાં આવે છે. આ બંને દિશાઓમાં જો વાસ્તુ દોષ હોય તો તે મકાનમાં રહેનારને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે, પરંતુ આ જ દિશાઓમાં જો વાસ્તુ યોગ્ય કરવામાં આવે તો ધનની અને સુખ સમૃદ્ધિની વર્ષા પણ થઈ શકે છે.
ધન અને સમૃદ્ધિના દેવતા કુબેર છે, જેની દિશા ઉત્તર છે. આથી આ દિશામાં હંમેશા તિજોરી રાખવી જોઈએ. ઘરની ઉત્તર દિશામાં વાદળી રંગનો પિરામિડ રાખવો જોઈએ. ઉપરાંત ઉત્તર દિશામાં એક કાચના બાઉલમાં ચાંદીના સિક્કા ભરીને રાખવા જોઈએ. ઉત્તર અને પૂર્વ દિશામાં ભગવાન ગણેશ અને મા લક્ષ્મીની મૂર્તિ રાખવાથી પણ લાભ થાય છે. જોકે આ મૂર્તિને નિયમિત રીતે ધુપ દીવા કરવા જરૂરી છે. ઘરની ઉત્તર દિશામાં આમળા અથવા તુલસીના છોડ વાવવાથી પણ આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.