ઉનાળામાં કૂલ અને ક્લાસી લુક માટે ટ્રાય કરો આ 5 પ્રકારના ડ્રેસ, જે છે સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ

  • March 18, 2025 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉનાળાની ઋતુ આવતાની સાથે સ્કિન કેર અને ડાયટમાં ફેરફાર કરવાની જરૂર પડે છે પરંતુ ડ્રેસિંગ સ્ટાઇલ પણ કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ હોવી જોઈએ. હેવી ફેબ્રિક અને ટાઈટ કપડાં તડકા અને ભેજવાળા હવામાનમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે, જ્યારે હળવા પોશાક કૂલ અને ક્લાસી લુક આપી શકે છે. બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીની ઘણી અભિનેત્રીઓ પણ સમર ફેશન અપનાવે છે અને કૂલ અને એલિગન્ટ લુકમાં જોવા મળે છે.


શ્વેતા તિવારીથી લઈને જન્નત ઝુબૈર સુધી ટીવી અભિનેત્રીઓ ઉનાળામાં તેમના સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ ડ્રેસિંગ સેન્સથી ટ્રેન્ડ સેટ કરે છે. ત્યારે જો તમારે પણ ઉનાળામાં કપડાની પસંદગી કેવી રીતે કરવી એમાં કન્ફયુઝ છો? તો આ અભિનેત્રીઓના લુકમાંથી પ્રેરણા લઈને એ મુજબ કપડાની પસંદગી કરી શકો છો. જાણો એવી 5 ડ્રેસ સ્ટાઇલ વિશે જે ઉનાળામાં કૂલ અને ક્લાસી લુક આપશે.

1. ફ્રન્ટ કટ ડ્રેસ




ઉનાળામાં ફ્રન્ટ કટ ડ્રેસ પહેરીને કમ્ફર્ટેબલ તેમજ સ્ટાઇલિશ લુક મેળવી શકો છો. આ ડ્રેસ ઉનાળામાં કમ્ફર્ટેબલ લુક આપે છે, કારણ કે તે એરફલો જાળવી રાખે છે અને ત્વચાને અનુકૂળ છે. તેને કેઝ્યુઅલ આઉટિંગ, બ્રંચ ડેટ અથવા વેકેશન માટે પણ પહેરી શકો છો. આ દરેક પ્રસંગ માટે એક પરફેક્ટ ઓપ્શન છે. શ્વેતા તિવારીએ પણ સુંદર પ્રિન્ટેડ ફ્રન્ટ કટ મેક્સી ડ્રેસ પહેર્યો હતો જે ઉનાળા માટે યોગ્ય છે.


2. ફ્રિલ અથવા રફલ ડ્રેસ




ટીવી અભિનેત્રી જન્નત ઝુબેરે પીળા રંગનો ફ્રિલ શોર્ટ ડ્રેસ પહેર્યો છે. તેનું કાપડ પણ કોટનનું છે. રફલ અને ફ્રિલ ડ્રેસ ઉનાળામાં સ્ટાઇલિશ અને ગ્રેસફુલ લુક તેમજ કમ્ફર્ટ આપે છે. તે લાઈટવેટ અને ફલોઈ હોય છે.


3. શોર્ટ સમર ડ્રેસ




જો તમે કૂલ અને કમ્ફર્ટેબલ રહેવા માંગતા હો તો શોર્ટ સમર ડ્રેસ યોગ્ય પસંદગી બની શકે છે. સ્ટાઇલિશ હોવા ઉપરાંત આ ટ્રેન્ડી અને યુથફૂલ લુક પણ આપે છે. ઘણી અભિનેત્રીઓ ઉનાળામાં આવા ડ્રેસ પહેરે છે. અભિનેત્રી રીમ સમીર ગુલાબી રંગનો શોર્ટ ડ્રેસ પહેરી રહી છે, તમે પણ ઉનાળા માટે આ આઈડિયા અપનાવી શકો છો. આ ડ્રેસ ક્યૂટ અને કમ્ફર્ટેબલ લુક આપશે.


4. મેક્સી ડ્રેસ


समर में पहनें Divyanka Tripathi जैसे कूल आउटफिट्स। Divyanka Tripathi Cool Summer  Looks


ઉનાળામાં મેક્સી ડ્રેસનો ટ્રેન્ડ હંમેશા રહે છે. દિવ્યાંકા ત્રિપાઠીને પણ મેક્સી ડ્રેસ પહેરવાનો શોખ છે. તેના પ્રિન્ટેડ મેક્સી ડ્રેસમાંથી પણ આઈડિયા લઈ શકો છો. ઉનાળામાં મેક્સી ડ્રેસ તમને કમ્ફર્ટેબલ દેખાવ આપે છે કારણ કે તે પણ લાઈટવેટ અને ફ્લોઈ હોય છે.


5. મિડી ડ્રેસ




ઉનાળા માટે મીડી ડ્રેસ પણ એક સારો વિકલ્પ છે. આ ફોટોમાં જિયા શંકર પણ મિડી ડ્રેસમાં જોવા મળી રહી છે. મિડી ડ્રેસ ખૂબ જ કમ્ફર્ટેબલ હોય છે અને જો કોટન ફેબ્રિકથી બનેલી મિડી પહેરો છો, તો તે સ્કિન પર ખૂબ જ સારી લાગે છે. લુકને કમ્ફર્ટેબલ તેમજ ટ્રેન્ડી અને સ્ટાઇલિશ બનાવવા માટે આ ડ્રેસ સાથે શૂઝ કેરી કરી શકો છો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application