નાસ્તામાં ટ્રાય કરો પોહા કટલેટ, ખૂબ જ સરળ છે બનાવવાની રીત

  • September 30, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘણી વાર નાસ્તામાં પૌઆ ખાધા હશે. તે માત્ર હલકો ખોરાક જ નથી પણ તેનો સ્વાદ પણ સરસ હોય છે. આવી જ એક રેસીપી છે પોહા કટલેટ, જે ક્રિસ્પી, ક્રન્ચી અને હેલ્ધી તેમજ ખૂબ જ ટેસ્ટી છે.


સામગ્રી:


 પૌઆ- 1 કપ

 બટેટા-1

 ડુંગળી-1

 ટામેટા-1/2

 ચાટ મસાલો - 1/2 ચમચી

 લાલ મરચું પાવડર - 1/2 ચમચી

 લીલા ધાણા - ગાર્નિશ માટે

 ચોખાનો લોટ - 1 ચમચી

 તેલ- તળવા માટે

 મીઠું - સ્વાદ મુજબ


બનાવવાની રીત:


  • પોહા કટલેટ બનાવવા માટે પહેલા તેને થોડા પાણીથી ધોઈ લો.

  • હવે તેને ગાળી લો અને બધુ પાણી કાઢી લો.

  • તેને એક વાસણમાં કાઢી લો અને પછી બાફેલા બટેટાની છાલ કાઢી લો.

  • પછી ટામેટા અને ડુંગળીને બારીક સમારી લો.

  • હવે પૌઆની અંદર ટામેટા, ડુંગળી, ચાટ મસાલો, લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું અને લીલા ધાણા નાખીને બરાબર મિક્ષ કરી લો.

  • હવે બટાકાને સારી રીતે મેશ કરી લો અને પછી તેને પસંદગી મુજબ ગોળ કે લંબગોળ આકાર આપો.

  • કટલેટને એક પછી એક ચોખાના લોટમાં કોટ કરો અને ગરમ તેલની કડાઈમાં મૂકો.

  • જ્યાં સુધી આછા સોનેરી રંગના ન થાય ત્યાં સુધી તળાવા દો.

  • ક્રિસ્પી થઈ જાય એટલે તેને તેલમાંથી કાઢીને મનપસંદ ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application